- શેખ હસીનાએ દેશ છોડતાની સાથે જ બાંગ્લાદેશ ભડકે બળ્યું
- હિન્દુ મહિલાએ બાંગ્લાદેશની સ્થિતિ અંગે આપવીતિ વર્ણવી
- હિંસાની આગ સામાન્ય ઘરોને પણ સળગાવી રહી છે: પીડિત પરિવાર
શેખ હસીનાએ દેશ છોડતાની સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. સાંપ્રદાયિક હુમલા વચ્ચે પંચગઢની હિન્દુ મહિલાએ બાંગ્લાદેશની સ્થિતિ અને લોકોને અન્ન,જળ વગર વલખાને લઇ આપવીતી વર્ણવી હતી.
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુ મહિલાએ આપવીતિ વર્ણવતા કહ્યું હતું કે, અહિંની સ્થિતિ બહું જ ખરાબ છે. પરિવારોના કોઈ સભ્ય છેલ્લા એક અઠવાડિયાથી બહાર ગયા નથી. રસોડામાં રાશન ખતમ થઈ ગયું છે. બાંગ્લાદેશમાં રાજકીય હિંસાની અસર માત્ર સંસદ પર જ નથી પડી, આ હિંસાની આગ સામાન્ય ઘરોને પણ સળગાવી રહી છે. હિન્દુ લઘુમતી સોફ્ટ ટાર્ગેટ છે. ઘરો અને દુકાનો સળગાવવામાં આવી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે. જ્યાં હિંદુઓની વસ્તી છે તે વસાહતો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, આવા 27 જિલ્લા છે જ્યાં લઘુમતીઓ આ બધાનો સામનો કરી રહ્યા છે. પરંતુ મહિલાઓની હાલત સૌથી ખરાબ છે.
હિંસાને વચ્ચે હિન્દુ મહિલાએ જણાવ્યું હતું કે, જે જમીનને આપણે આપણા દેશ તરીકે વાવી અને પાણી પીવડાવ્યું ત્યાં ઘરના સામાનની જેમ લૂંટાઈ રહ્યા છીએ. નોઆખલીમાં, જ્યાં મારા મામાનું ઘર છે, લૂંટ પછી ઘણા ઘરોમાંથી છોકરીઓ પણ ગુમ થઈ ગઈ છે.
વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો ત્યારથી એવી અફવાઓ ચાલી રહી હતી કે કંઈક થવાનું છે. હું ગામમાં મારું ઘર છોડીને શહેરમાં ભાડાના મકાનમાં રહું છું. મકાનમાલિક પણ હિંદુ છે. તેઓ રસોડામાં જરૂરી વસ્તુઓ અને દવાઓમાં પણ અછત સર્જાઇ હોય તેવું લાગી રહ્યું છે. અન્ન-જળ માટે હવે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. પીવાના પાણીનો પુરવઠો બંધ થઈ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


