- યુનોએ કાશ્મીર મુદ્દાને ઉકેલવા બંને દેશોને સીમલા કરારનું ઉદાહરણ આપ્યું
- કાશ્મીર મુદ્દાનું અંતિમ સમાધાન યુનોના રાષ્ટ્ર ચાર્ટર હેઠળ શાંતિથી માનવાધિકારોના સન્માનથી થવું જોઈએ
- સિમલા કરારમાં ત્રીજા પક્ષની મધ્યસ્તાને ફગાવવામાં આવે છે
ભારત અને પાકિસ્તાન બંને દેશ વચ્ચે છેલ્લા 75 વર્ષ કરતાં પણ કાશ્મીર મુદ્દો યુનોમાં ગૂંચવાયેલો છે. ત્યારે યુનોના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસના પ્રવકતાએ આજે બંને દેશ વચ્ચે પડતર મુદ્દાને ઉકેલવા એક નવો રસ્તો દર્શાવ્યો અને બીજી પણ વાતો કરી હતી. તેઓએ જણાવ્યું કે, કાશ્મીર મુદ્દાને છેલ્લા સમાધન યુનોના રાષ્ટ્ર ચાર્ટર હેઠળ શાંતિપૂર્ણ રીતથી અને માનવાધિકારોના સન્માનની સાથે કરવો જોઈએ. તેઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ-1972ના સિમલા કરારને યાદ કર્યો હતો. જેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને ફગાવાઈ છે.
યુનો તરફથી અપાયેલ નિવેદનમાં જણાવ્યું કે, કાશ્મીર પર અમારી સ્થિતિ બદલાઈ નથી. યુનોના પ્રવકતાના નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં આ જવાબ આપી રહ્યા હતા. કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યાના પાંચ વર્ષ પછીની સ્થિતિ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
યુએનની સ્થિતિ સુરક્ષા પરિષદના ઠરાવોથી બંધાયેલી
યુનોના પ્રવકતા હકે જણાવ્યું કે, યુનોની સ્થિતિ યુનોના રાષ્ટ્રના ચાર્ટર અને સુરક્ષા પરિષદના ઠરાવોથી બંધાયેલી છે. મહત્ત્વનું છે કે, ભારતે વારંવાર પાકિસ્તાનને જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તેના અભિન્ન હિસ્સા છે અને રહેશે.


