- આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ઈઝરાયલી સેનાએ ગાઝા પર કર્યો હુમલો
- ઈઝરાયલના હુમલામાં ગાઝામાં 18 લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ
- હમાસ માને છે કે નેતન્યાહુ કોઈ પણ કરાર સુધી પહોંચવા માટે ગંભીર નથી
ગાઝામાં લડાઈ રોકવા અને ઈરાન તથા તેના સહયોગિઓને સાથે વ્યાપક પ્રાદેશિક સંઘર્ષને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ઈઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝા શહેર ખાન યુનિસ નજીક આક્રમણ ચાલુ રાખ્યું છે. ફિલિસ્તીની ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ખાન યુનિસ પર સોમવારે ઇઝરાયલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હતા. આ વિસ્તારને ખાલી કરાવવાના નવા આદેશોને કારણે હુમલાવાળા વિસ્તારમાંથી ઘણા પરિવારો અને વિસ્થાપિત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મધ્યસ્થીઓએ ઇઝરાયલને યુદ્ધવિરામ માટે દબાણ કરવું જોઈએ
ડોક્ટરે વધુમાં કહ્યું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા શહેરના જીતૂન ઉપનગરમાં પાંચ લોકો અને ઇજિપ્તની સરહદ નજીક રફાહમાં અન્ય બે લોકો મોત થયા છે. લડાઈ ચાલુ હોવાના કારણે હમાસે ગુરુવારે યોજાનારી ઇજિપ્ત અને કતારની મધ્યસ્થતા વાળી નવી મંત્રણા પર શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેને ઇઝરાયલ તરફથી કોઈ હિલચાલ જોવા મળી નથી. ગ્રુપે રવિવારે કહ્યું કે, મધ્યસ્થીઓએ ઇઝરાયલને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વિચારોના આધારે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારવા દબાણ કરવા માટે મજબૂર કરવા જોઈએ.
મંત્રણાના આહ્લાન પહેલા ઇઝરાયલ સાથે કોઓર્ડિનેટ કરાયુ હતું
હમાસના નજીકના બે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગ્રુપને વિશ્વાસ છે કે મંત્રણા માટેના નવા આહ્વાન પહેલા જ ઇઝરાયલ સાથે કોઓર્ડિનેટ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, આવુ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેહરાનમાં જૂથના પ્રમુખ હસ્માઈલ હનીયાહ અને અને લેબનોનમાં ટોચના નેતા હિઝબુલ્લાહની હત્યા માટે ઈરાન અને હિઝબુલ્લાહની પ્રતિક્રિયાઓને રોકવામાં આવી શકે.
નેતન્યાહુ પર આ આરોપો છે
મધ્યસ્થી પ્રયાસોમાં સામેલ એક ફિલિસ્તીની અધિકારીએ કહ્યું કે, તમે કહી શકો છો કે આ એક સામાન્ય અસ્વીકાર છે. જો હમાસને એક વ્યવહારિક યોજના મળે છે તો પ્રસ્તાવ પર ઇઝરાયલને સકારાત્મક પ્રતિક્રિયા મળે, તો વસ્તુઓ બદલાઈ શકે છે, પરંતુ અત્યાર સુધી હમાસ માને છે કે નેતન્યાહુ કોઈ પણ કરાર સુધી પહોંચવા માટે ગંભીર નથી. મંત્રણા અંગે હમાસની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે મોટા પાયે સંઘર્ષની તૈયારીઓ વધી ગઈ છે. ઇઝરાયલના રક્ષા મંત્રી યોઆવ ગેલન્ટે અમેરિકાના સક્ષા સચિવ લોયડ ઓસ્ટિનને જણાવ્યું કે, ઈરાન ઈઝરાયેલ પર મોટા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે.


