- બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલું નિવેદન જાહેર કર્યું છે
- શેખ હસીનાએ હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે
- શેખ હસીનાએ બાંગ્લાદેશ દેશવાસીઓને અપીલ કરી હતી
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલું નિવેદન જાહેર કર્યું છે. તેમણે હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમના નિવેદનમાં, શેખ હસીનાએ 15 ઓગસ્ટ, 1975ની દુ:ખદ ઘટનાઓને યાદ કરી, જ્યારે રાષ્ટ્રપતિ અને તેમના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની તેમના ભાઈઓ અને કાકા જેવા પરિવારના કેટલાક સભ્યો અને સહયોગીઓ સાથે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમને બંગબંધુ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.
હિંસા જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માગ
શેખ હસીનાએ તાજેતરની હિંસા અને અશાંતિના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસકર્મીઓ સહિત ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જુલાઈથી દેશમાં ચાલી રહેલી અશાંતિ પર ભાર મૂકતા, તેમણે હિંસા જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
શેખ હસીનાએ બંગબંધુ ભવનને “સ્વતંત્રતાનું સ્મારક” ગણાવ્યું
બાંગ્લાદેશમાં વિરોધ વચ્ચે શહીદોની યાદમાં બનેલા અને મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવાતા બંગબંધુ ભવનને તોડી પાડવામાં આવ્યું છે. શેખ હસીનાએ તેને “સ્વતંત્રતાનું સ્મારક” ગણાવ્યું અને કહ્યું કે આ સ્મારક ભૂતકાળમાં થયેલા અત્યાચારોની યાદ અપાવે છે.
પૂર્વ વડાપ્રધાને કરી અપીલ
પૂર્વ વડાપ્રધાને બાંગ્લાદેશની આઝાદી માટે આપેલા બલિદાનોને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, રાષ્ટ્રીય શોક દિવસને ગૌરવ સાથે મનાવવા માટે તેમના દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે લોકોને પ્રાર્થના કરીને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોનું સન્માન કરવાની અપીલ કરી.
ભારતમાં શેખ હસીના, આશ્રયનો શોધી રહી છે ઓપ્શન
શેખ હસીના હાલમાં ભારતમાં છે પરંતુ તે ભવિષ્યમાં પણ ભારતમાં રહેશે કે કેમ તે હજુ નક્કી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ અન્ય દેશમાં આશ્રય માંગી રહી છે. અહેવાલો મુજબ બ્રિટને તેને આશ્રય આપવાની ના પાડી દીધી છે. આ સિવાય તે ફિનલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતને વિકલ્પો તરીકે જોઈ રહી છે.


