- ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર સૌથી મોટો ઘાતક હુમલો કર્યો
- ઈજાગ્રસ્તોનો સાચો આંકડો હજી સામે નથી આવ્યો
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
હમાસના દક્ષિણ ઈઝરાયલ પર હુમલાના એક દિવસ પછી આઠ ઑક્ટોબરે હિઝબુલ્લા ઉગ્રવાદી જૂથ અને ઈઝરાયલી સૈન્ય વચ્ચે એકબીજા પર હુમલા કરવા પછી નાબાતીહ પ્રાંતના વદી અલ કફુર પર આ હુમલો લેબેનોન પર કરવામાં આવલેા સૌથી ઘાતક હુમલામાંથી એક મનાઈ રહ્યું છે. હિઝબુલ્લાના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ નહિ થાય ત્યાં સુધી તે પોતાના હુમલાઓ બંધ નહીં જ કરે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં એક મહિલા અને તેના બે બાળકો સામેલ છે. પાંચ બીજા લોકો ઈજાગ્રસ્ત છે. જેમાંથી બેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે.
ઈઝરાયલે હિઝબુલ્લાના હથિયાર ડેપો પર હુમલો
ઈઝરાયલના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દક્ષિણી પ્રાંતમાં થયેલા આ હુમલામાં હિઝબુલ્લાના હથિયાર ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. વાદી અલ કફૂરમાં કતલખાનું ચલાવતા એક શખ્સે જણાવ્યું કે આ હુમલો એક ઔદ્યોગિક અને નાગરિક ક્ષેત્રમાં કરામાં આવ્યો હતો. જ્યાં ઈંટ, ધાતુ તેમજ એલ્યુમિનિયમ બનાવતી ફેકટરીઓ અને એક ડેરી ફાર્મ પણ હતું. હિઝબુલ્લાએ હુમલા પર તાત્કાલિક કોઈ નિવેદન નથી આપ્યું. લેબેનોન સરકાર અને અન્ય દેશોના મુખ્ય નેતા મહિનાઓથી ચાલુ યુદ્ધને સમાપ્ત કરવા માટે એક અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યા છે.


