- યુરોપના આયર્લેન્ડમાં વિસ્ફોટક સામગ્રી મળતા તંત્ર એલર્ટ
- આયર્લેન્ડના 400થી વધુ રહેણાક મકાનો તાત્કાલિક ખાલી કરવા આદેશ
- સમગ્ર મામલે 5 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું
યુરોપના આયર્લેન્ડમાં પોલીસે નોટિસ જાહેર કરી હતી. જેના કારણે આયર્લેન્ડના 400થી વધુ રહેણાક મકાનો તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. જોકે, આ નોટિસ પાછળનું કનેક્શન વિશ્વ યુદ્ધ હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે માહિતી આપતા જાણવા મળી રહ્યું છે કે, આ વિસ્તારમાં શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળતા સમગ્ર વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વિસ્ફોટક સામગ્રી મળી આવતા હડકંપ મચ્યો
મળતી મહિતી મુજબ, આયર્લેન્ડના કાઉન્ટી ડાઉન વિસ્તારના ન્યૂટાઉનર્ડ્સમાં રિવેનવુડ હાઉસિંગ ડેવલપમેન્ટ સાઇટ પર શુક્રવારે બીજા વિશ્વ યુદ્ધ સાથે સંબંધિત શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે આ વિસ્તારની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ વિસ્તારમાં ખોદકામ કરવા અને કોઈપણ પ્રકારના વિસ્ફોટક સામગ્રથી મળે તો તેનાથી દૂર રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા બોમ્બ નિકાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઓપરેશન માટે 5 દિવસ લાગી શકે છે.
સમગ્ર ઘટનાને લઇ પોલીસે શું કહ્યું?
સ્થાનિકો પોલીસ અધિકારે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ઘણું બાંધકામની કામગીરી ચાલી રહી હતી, ખોદકામ દરમિયાન કામદારોને બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, ત્યારબાદ પોલીસને જાણ કરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 400 મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ વિસ્ફોટ સામગ્રી ક્યાથી મળી તે અંગે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


