By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

agragujaratnews
Last updated: 2024/08/21 at 7:56 PM
2 years ago
Share
લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?
SHARE

દેશ અનામતની તરફેણ અને વિરોધના બે ભાગમાં વહેંચાઇ જવાનો ખતરો

મોદી સરકારે ચાર રાજયોની ચૂંટણી અને ઉતર પ્રદેશની પેટા ચુંટણીઓને ધ્યાને રાખી લેટરલ એન્ટ્રીની કાર્યવાહિ પાછી ખેંચી લીધી ?

૪ જુન,ર૦ર૪ના રોજ દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાર બાદ રાષ્ટ્રિય રાજકારણ અને આંતરરાષ્ટ્રિય રાજકારણ એટલું તેજ બની ગયુ છે કે સામાન્ય લોકોને તેના ભીતર પ્રવાહો તાત્કાલીક સમજમાં ન આવે. કેટલાક રાજકિય નિષ્ણાતો પણ હાલ ગોથા ખાસ રહ્યા છે. લેટરલ એન્ટ્રી એક એવો જ વિવાદ છે. આ લેટરલ એન્ટ્રી મુદાને ખુબ બારીકીથી સમજવો પડે તેમ છે.તેની અસર તો એટલી ખતરનાક છે કે ભવિષ્યનું ભારત અનામત અને બિન અનામતના બે વિરોધ બિંદુઓ ઉપર આવી શકે છે. જે આઝાદી બાદનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક ઇશ્યુ બની શકે છે.

Contents
દેશ અનામતની તરફેણ અને વિરોધના બે ભાગમાં વહેંચાઇ જવાનો ખતરોમોદી સરકારે ચાર રાજયોની ચૂંટણી અને ઉતર પ્રદેશની પેટા ચુંટણીઓને ધ્યાને રાખી લેટરલ એન્ટ્રીની કાર્યવાહિ પાછી ખેંચી લીધી ?

સૌ પ્રથમ લેટરલ એન્ટ્રી વિવાદ અંગે જોઇએ તો, લેટરલ એન્ટ્રી હાયરીંગ એટલે ટોચના પદ ઉપર અધિકારીઓની પસંદગીની સીધી ભરતીની પ્રક્રિયા.યુ.પી.એસ.સી. દ્વારા આઇ.એ.એસ. આઇ.પી.એસ.ની પસંદગી માટે ખુબ જટીલ લેખિત પરીક્ષા ત્યાર બાદ નિષ્ણાતોનો રૂબરુ ઇન્ટરવ્યુ આપવાની પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા એટલે આ જ પોસ્ટ ઉપર નિષ્ણાતો પસંદ કરવા આવી કોઇ પરીક્ષા આપ્યા વગર સીધો જ ઇન્ટરવ્યુ આપી ટોચના પદ ઉપર જે અધિકારીઓને સચિવ કક્ષાની નોકરી આપવામાં આવે તે લેટરલ એન્ટ્રી કહેવાય છે.

હવે વિવાદાસ્પદ લેટરલ એન્ટ્રી પાછી ખેંચવાનો વિવાદ તપાસીએ. વાત એમ છે કે ગત ૧૭મી ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી એટલે કે જેમા અનામત લાગુ ન પડે તેવો ટોચના પદની ભરતીની પ્રક્રિયા માટે જાહેરાત આપી હતી. જેમા ૪પ ટોચના અધિકારીઓ એટલે કે સચિવ કક્ષાના અધિકારીઓની પસંદગી કરવાની હતી. કોંગ્રેસ અને વિરોધ પક્ષના ધ્યાને આ સીધી ભરતીની પ્રક્રિયા ધ્યાને આવતા રાહુલ ગાંધી,અખિલેશ અને તેજસ્વી યાદવ સહિતના વિરોધપક્ષના નેતાઓએ કાગારોળ મચાવી દીધી. તેમણે મોદી સરકારને કહયુ કે તમે સીધી ભરતી ભલે કરો. પણ તેમાં અનામત તો રાખો. અનામત વગર આવી ભરતી કેમ થાય. ? મોદી સરકાર હા પાડે તો હાથ કપાય. ના પાડે તો નાક કપાય. કારણ કે મોદી સરકાર પાછલા બારણે ટોચના પદો ઉપર અનામત ઇચ્છતી નથી.

સંઘ અને ભાજપના હિડન એજન્ડામાં જ આ બાબત મુખ્ય છે. સંઘની વિચારધારા મુજબ  દેશને અનામત,જાતિવાદ અને જ્ઞાતિવાદ જુદા જુદા વિભાગોમાં વિભાજન કરે છે. વિદેશની તાકાતો અને સલમાન ખુરશીદ જેવા નેતાઓ પણ ભારતના વિભાજન માટે આત્મવિશ્વાસથી વિભાજનની વાત કરે છે તે આ મુદા ઉપર જ કરે છે. ભારતને વિદેશીઓ તોડી શકે તેમ નથી. આંતર વિભાજનથી જેમ બાંગ્લાદેશ અને શ્રીલંકા તુટયા તેવા જ કોઇ મુદાથી ભારતને નબળુ પાડવું હોય અથવા તોડવું હોય તો આઝાદી બાદ અનામતથી વધુ સંવેદનશીલ મુદો કોઇ નથી.

આથી વિપક્ષોએ કાગારોળ મચાવી એટલે મોદી સરકારે માત્ર ચાર દિવસમાં જ લેટરલ ભરતીની પ્રક્રિયા જ રદ કરી નાંખી. મોદી સરકાર વિપક્ષોના વિરોધથી ડરી નથી. પણ વિપક્ષો અનામતની તરફેણ કરે છે રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ કાગારોળ મચાવતાં એસ.સી. એસ.ટી.ઓ.બી.સી. સહિતનો વર્ગ જાગૃત થઇ ગયો. આ વર્ગ ભારતના બિન અનામત વર્ગ કરતાં વધુ સંગઠિત અને સક્રિય વર્ગ  છે. આગામી ચાર રાજયોની ચૂંટણીમાં તથા ઉતર પ્રદેશ વિધાન સભાની ચૂંટણીમાં તેની ખરાબ અસર પડે આમ પણ આ ચૂંટણી મોદી સરકાર માટે લીટમસ પેપર જેવી છે. તેમાં બળતાંમાં ઘી હોમાય તેમ છે. આથી સમય વર્તે સાવધાન નીતિ અપનાવી લેટરલ ભરતીનો મુદો હાલ અભેરાઇએ ચઢાવી દેવામાં મોદી સરકારે ડહાપણ અપનાવ્યુ છે.

જો કે,એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આ મુદો કાયમી દફનાવાઇ જશે. ચાર રાજયોની ચૂંટણીના પરિણામોમાં થોડી પણ યારી મળી તો સંઘ ભાજપ અનામત મુદો હિડન એજન્ડા તરીકે ચલાવશે. ઉતર પ્રદેશમાં તેનો અમલ થઇ ગયો છે. ૬૮ હજાર ભરતીઓમા ૧૮ હજાર ભરતીમાં ઇધર ઉધર થયુ છે અને અનામત વર્ગનું હિત નથી જળવાયુ એવા આક્ષેપો થયા છે.

એકંદરે દેશનું રાજકારણ એવા મુકામ ઉપર આવીને ઉભુ છે કે જે ભારતનું ભવિષ્ય નકકી કરશે. ડાબેરી વિચારધારા અને જમણેરી વિચારધારાની જ્ઞાનતંતુની લડતમાં હાલ ફરી એક વખત ડાબેરીઓ રાહુલ ગાંધી,અખિલેશ,તેજસ્વી વગેરે મોદી સરકાર ઉપર ભારે પડી રહયા છે. ૪ જુનથી ર૦ સપ્ટેમ્બર સુધીમાં મોદી સરકારની ત્રણ મુદા ઉપર સંસદમાં પીછેહઠ થઇ છે. વકફ બોર્ડ બીલ,બ્રોડકાસ્ટ બીલ અને છેલ્લે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા પાછી ખેંચી છે.

આ ત્રણમાં સંવેદનશીલતાની દ્રષ્ટીએ જોઇએ તો સૌથી વધુ સંવેદનશીલ મુદો અનામત પ્રથા નાબુદીનો છે. બીજા નંબરે વકફ બોર્ડ આવે. જયારે ત્રીજા નંબરે બ્રોડકાસ્ટ બીલ આવે. જે ખાસ કરીને સોશિયલ મિડિયાની સ્વતંત્રતા માટે ખતરા સમાન બતાવાય છે.  ભવિષ્યમાં અનામતનો જીન બોટલમાંથી નિકળશે. એ સૌથી વધુ ખતરનાક હશે.

લેટરલ ભરતીમાં અદાણી અંબાણીના અધિકારીઓ મૂકવાના આક્ષેપો પણ છે. જેની બિટવીન ધ લાઇન્સ ભવિષ્યમાં સમજીશુ.

 

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી હટાવો: ગડકરીએ કુકરી ગાંડી કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 3 days ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?