- યુક્રેનના ઘણા શહેરો છે ફરવાલાયક
- રાજધાની કિવ સહિત 10 સ્થળોનો સમાવેશ
- પણ, યુક્રેનની એક જગ્યા જે વિશ્વ વિખ્યાત છે
હાલ યુક્રેન રશિયા સાથે યુદ્ધ કરી રહ્યુ છે. યુક્રેન તમામ સોવિયત સંઘનો પહેલા ભાગ હતું. પરંતુ 1990 બાદ કે એક સ્વતંત્ર દેશ છે. યુક્રેનનો ઝૂકાવ અમેરિકા અને તેના સહયોગી દેશો પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરબ તરફ રહ્યો છે. હાલ પીએમ મોદી યુક્રેનના પ્રવાસે છે. ત્યારે યુક્રેન સૌથી વધારે યુદ્ધને લઇને જ ચર્ચામાં છે ત્યારે આપણે આજે એ જાણીએ કે યુક્રેનમાં કેવા ફરવા લાયક સ્થળો છે.
રોમેન્ટિક પ્લેસ
યુક્રેનની સુંદર જગ્યાની વાત કરીએ કે જે સૌથી રોમેન્ટિક સ્થળ ગણાય છે. આવી એક ટનલ આવેલી છે જેને ટનલ ઓફ લવ કહેવામાં આવે છે. એક ટનલની વચ્ચે રેલવે ટ્રેક નીકળે છે. કહેવાય છે કે બંને ટનલ બે ભાગોમાં વહેચાયેલી છે. સુરંગની એક બાજુ પ્લાયવુડનુ કારખાનુ છે . મળતી માહિતી મુજબ 3 વખત ટ્રેન ત્યાઁથી પસાર થાય છે.
દરેક સિઝનમાં અલગ દેખાય છે સુરંગ
ટનલ ઓફ લવની લંબાઈ લગભગ 3 કિલોમીટર છે. આ ટનલ વિશે માત્ર સ્થાનિક લોકો જ જાણતા હતા પરંતુ સોશિયલ મીડિયાએ આ સુંદર સ્વર્ગ સ્થળને આખી દુનિયામાં લોકપ્રિય બનાવી દીધું છે. આજે લાખો લોકો આ ટનલના દિવાના થઈ રહ્યા છે. વાસ્તવમાં તો આ ટનલ ઑફ લવ એક રેલ્વે ટ્રેક છે, તેની આસપાસ ઘણા બધા વૃક્ષોને કારણે તે એક સુરંગ જેવું લાગે છે. આ સુંદર પ્રાકૃતિક સંરચના દરેકને આકર્ષિત કરે છે. આ ટનલ ઉનાળામાં સૂર્યપ્રકાશને કારણે આછા બદામી રંગની દેખાય છે, જ્યારે વસંત આવે છે, ત્યારે આ સુરંગ સ્વર્ગથી ઓછી દેખાતી નથી, પરંતુ શિયાળાના આગમન સાથે આ સુરંગ સફેદ બરફની ચાદરથી ઢંકાઈ જાય છે . આ ટનલ ત્રણેય રંગોમાં સુંદર લાગે છે.
કેવી રીતે ફેમસ થઇ આ ટનલ
2009 સુધી તો આ જગ્યા વિશે સ્થાનિકોને જ ખબર હતી. પરંતુ એકવાર અહીં કોઇ ફોટોગ્રાફર દ્વારા પ્રિ વેડીંગ ફોટો શૂટ કરાયા. જે વાયરલ થતા આ ટનલ આખા દુનિયામાં ફેમસ થઇ ગઇ હતી.
ફિલ્મોના થાય છે શૂટિંગ
કહેવાય છે કે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન અહીં એક સૈન્ય મથક હતું. સૈન્યની કાર્યવાહીને છુપાવવા માટે આ નજીકના રેલ્વે ટ્રેકની આસપાસ ઘણા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેથી ટ્રેનમાં બેઠેલા લોકો કંઈ જોઈ ન શકે. મળતી માહિતી મુજબ ચીન અને જાપાનના દૂરના વિસ્તારોમાંથી લોકો અહીં ફિલ્મો અને જાહેરાતોના શૂટિંગ માટે આવે છે. ટનલ ઓફ લવ વિશે અહીં આવતા પ્રેમીઓનું કહેવું છે કે આ દુનિયાની સૌથી રોમેન્ટિક જગ્યાઓમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે અહીં ઝાડ પર રિબન બાંધવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ટનલનો ઈતિહાસ ભલે ગમે તેટલો રહ્યો હોય, પરંતુ આજે તે પ્રેમીઓ માટે સ્વર્ગથી ઓછી નથી. યુક્રેનના ક્લેવન શહેર અને ઓરિજીવ ગામની વચ્ચે આવેલી છે આ ટનલ.


