- રશિયાએ યુક્રેનને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યું
- કિવની બહારના વિસ્તારોમાં ગોળીબાર શરૂ થયો
- હુમલા બાદ રાજધાની કિવમાં વીજ પુરવઠો ખોરવાયો
રશિયા યુક્રેન પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યું છે. સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે રશિયાએ સમગ્ર યુક્રેનને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ બાદ રાજધાની કિવની બહારના વિસ્તારોમાં ગોળીબાર શરૂ થયો હતો.
રશિયાએ યુક્રેનના એનર્જી પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા
અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. આના એક દિવસ પહેલા જ રશિયાએ યુક્રેનના એનર્જી પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા હતા. આ રશિયાના હુમલાઓની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દ્વારા નિંદા કરવામાં આવી હતી.
રહેણાંક મકાનને નિશાન બનાવ્યું
યુક્રેનના દક્ષિણી ખાણકામ અને ઔદ્યોગિક શહેર ક્રિવી રિહસ્ટ્રકના મુખ્ય લશ્કરી જંટા એડમિનિસ્ટ્રેટર એલેક્ઝાન્ડર વિલ્કુલના જણાવ્યા અનુસાર, હુમલામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું.
હુમલા બાદ કિવમાં વીજ પુરવઠો ખોરવાયો
રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કિવ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રાત્રિ દરમિયાન ઓછામાં ઓછા પાંચ વખત હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી હતી. પ્રાદેશિક વહીવટકર્તાએ જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તમામ રશિયન ડ્રોન અને મિસાઈલ હુમલાઓને ભગાડ્યા હતા પરંતુ કાટમાળને કારણે જંગલમાં આગ લાગી હતી.
ઝેલેન્સકીએ મિસાઈલ અને ડ્રોન હુમલાને ‘ઘૃણાસ્પદ’ ગણાવ્યો
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સોમવારે રશિયાના 100 થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલાને ‘ઘૃણાસ્પદ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હુમલામાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને દેશના મોટાભાગના ભાગોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન ડેનિસ શ્મિહલે કહ્યું, “ફરી એક વાર રશિયન આતંકવાદીઓએ ઉર્જા માળખાને નિશાન બનાવ્યું છે.”


