- કોવિડ-19 ફરી એકવાર ભારતમાં પ્રવેશી શકે
- કોવિડના કેસ અમેરિકાથી લઈને સાઉથ કોરિયા સુધી જોવા મળ્યા
- WHOએ હાલમાં ભારતમાં કેટલા એક્ટિવ કેસ નોંધાયા છે
ભારતમાં ફરી એકવાર કોવિડ-19નો ખતરો મંડરાઈ રહ્યો છે જેના સંકેતો દેખાવા લાગ્યા છે. દેશે 2020-21 સુધી કોવિડ મહામારીનો સામનો કર્યો હતો. ત્યારબાદ હવે ફરી એકવાર કોવિડ -19 લઈ લોકો ડરી રહ્યા છે. હકીકતમાં કોવિડના કેસ અમેરિકાથી લઈને સાઉથ કોરિયા સુધી સમગ્ર વિશ્વમાં દેખાવા લાગ્યા છે.
આ દરમિયાન નોઈડાની એક યુનિવર્સિટીના વાઈરોલોજિસ્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે કોવિડ-19 ફરી એકવાર ભારતમાં પ્રવેશી શકે છે જેના માટે અત્યારથી જ સાવચેતી શરૂ કરવી જોઈએ.
અમેરિકામાં કોવિડના કેસમાં વધારો
અમેરિકામાં કોવિડ કેસની સંખ્યા વધી રહી છે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અનુમાન મુજબ, દેશના 25 રાજ્યોમાં કોવિડ મહામારીના લક્ષણો હોય એવા દર્દી વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાની હોસ્પિટલોમાં હાલમાં 4 હજારથી વધુ લોકો દાખલ છે. સાઉથ કોરિયામાં મોટી સંખ્યામાં કોવિડ કેસ જોવા મળી રહ્યા છે.
WHOના રિપોર્ટ અનુસાર, 24 જૂન અને 21 જુલાઈ વચ્ચે 85 દેશોમાં દર અઠવાડિયે SARS-CoV-2 માટે સરેરાશ 17,358 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ભારતમાં કોવિડના કેટલા કેસ છે?
WHOએ હાલમાં ભારતમાં કેટલા એક્ટિવ કેસ નોંધાયા છે તેનો રિપોર્ટ રજૂ કર્યો છે જે મુજબ ભારતમાં જૂન અને જુલાઈ વચ્ચે 908 કોવિડ કેસ નોંધાયા છે અને આ સમયગાળામાં 2 લોકોના મોત પણ નોંધાયા છે. પ્રોફેસર કહ્યું હતું કે, ભારતમાં સ્થિતિ અન્ય દેશોની જેમ ગંભીર નથી અને વાયરસ ફરી એક વખત ઉભરી રહ્યો છે વિશ્વમાં આ વાયરસના કારણે 26 ટકા મૃત્યુ થયા છે અને કોવિડના કેસોમાં 11 ટકાનો વધારો થયો છે.
આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ સામે આવ્યો છે
આ વખતે કોવિડનો વિનાશ કેપી વેરિઅન્ટ દ્વારા ચલાવવામાં આવ્યો છે જે ઓમિક્રોન સાથે સંબંધિત છે. ઓમિક્રોનને જાન્યુઆરીમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરે માન્યતા મળી હતી. ભારતમાં KP.2 પહેલીવાર ડિસેમ્બર 2023માં ઓડિશામાં મળી આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડે જાહેર કર્યું છે કે ભારતના કેટલાક રાજ્યોમાં 279 સક્રિય કેસ નોંધાયા છે જેમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આસામ, નવી દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડ મહામારીનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે.
આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ શું કહ્યું?
જોકે, કોવિડ ફરી એકવાર દસ્તક આપ્યા બાદ પણ સ્થિતિ સામાન્ય છે. આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જુલાઈમાં સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં સ્થિતિ સામાન્ય છે અને હોસ્પિટલોમાં કોવિડના કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.


