By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Brazil માં X બંધ થવા પાછળની કહાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Brazil માં X બંધ થવા પાછળની કહાણી

agragujaratnews
Last updated: 2024/09/03 at 3:49 AM
2 years ago
Share
Brazil માં X બંધ થવા પાછળની કહાણી
SHARE

  • એક્સએ બ્રાઝિલમાં કાયદાનો એક પ્રતિનિધિ નીમવો પડશે : બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ
  • એલન મસ્કે સુપ્રીમ કોર્ટના જજ મોરેસને અત્યાચારી, આપખુદ અને નકલી જજ કહ્યા હતા,
  • બ્રાઝિલના યૂઝર્સ થ્રેડ્સ અને બ્લૂસ્કાયનો ઉપયોગ કરવા માંડયા

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને બ્લોક કરવાથી યૂઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્રાઝિલના લોકો કહે છે કે, એવું લાગે છે કે જાણે દુનિયામાં શું થઈ રહ્યું છે તેના વિશે અમને ખબર જ નથી. હકીકતમાં, આ એલન મસ્ક અને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના એક જજ વચ્ચે થયેલા વિવાદનું સૌથી તાજું પ્રકરણ છે.

જજનું કહેવું હતું કે એક્સએ બ્રાઝિલમાં કાયદાનો એક પ્રતિનિધિ નીમવો પડશે. પણ એક્સના માલિક એલન મસ્કે એવું કરવાનો ઇનકાર કરી દીધો. બ્રાઝિલના લોકોને એક્સની એવેજીમાં અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મુશ્કેલી થઈ. બ્રાઝિલ એક્સ માટે સૌથી મોટાં બજારોમાંનું એક રહ્યું છે. અહીં એક્સના યૂઝર્સની સંખ્યા કરોડોમાં છે. બ્રાઝિલના ઘણા લોકોનું કહેવું છે કે એક્સ વગરના પહેલા દિવસે પોતે દુનિયાથી છૂટા પડી ગયા હોય તેવું લાગતું હતું. બ્રાઝિલના જાણીતા એન્ટરટેઇન્મેટ રાઇટર ચિકો બ્રાર્નીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા વિકસાવાયેલી ટેક્સ્ટ આધારિત એપ થ્રેડ્સમાં લખ્યું, મને એવું લાગી રહ્યું છે કે મને ખબર નથી કે દુનિયામાં અત્યારે શું થઈ રહ્યું છે. વિચિત્ર વાત છે. થ્રેડ્સ અલ્ગોરિધમ એક ઓલ-યૂ-કેન-ઇટ રેસ્ટોરાં જેવું છે. અહીં વેઇટર એવી વસ્તુઓ પીરસતા રહે છે જે હું ક્યારેય ઓર્ડર નહીં કરું. આવું એક બીજું પ્લેટફોર્મ બ્લૂસ્કાય છે, એક્સના સસ્પેન્શન પછી બ્રાઝિલના મોટી સંખ્યાના લોકો તેનો ઉપયોગ કરે છે. બ્લૂસ્કાયમાં છેલ્લા ત્રણ દિવસમાં લગભગ બે લાખ નવા યૂઝર્સ જોડાયા છે.

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટનો ચુકાદો

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં એક્સના કેસ પર 30મી ઓગસ્ટે સુનાવણી થઈ. જસ્ટિસ મોરેસે એલન મસ્કને આદેશ આપ્યો કે તેઓ 24 કલાકમાં બ્રાઝિલમાં એક્સ માટે કાયદાનો એક પ્રતિનિધિ નિયુક્ત કરે. નહીંતર, દેશમાં સોશિયલ મીડિયા સાઇટને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પરંતુ એલન મસ્ક માન્યા નહીં. આ કેસ પર જ 31 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એક્સને તાત્કાલિક અસરથી સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો હતો. મોરેસે એપલ અને ગૂગલને પાંચ દિવસમાં પોતાના એપ સ્ટોર પરથી એક્સ હટાવવાના નિર્દેશ આપ્યા હતા.

યૂઝર એક્સ વાપરવાનો પ્રયાસ કરશે તો દંડને પાત્ર

મોરેસે કહ્યું કે જે કોઈ યૂઝર વીપીએન દ્વારા એક્સનો ઉપયોગ કરવાની કોશિશ કરશે તેને 50 હજાર રીસિસ (લગભગ 7.47 લાખ રૂપિયા) સુધીનો દંડ ભરવો પડશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ સસ્પેન્શન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી નિયમ માનવામાં નહીં આવે. આ નિયમમાં 18.5 મિલિયન રીસિસ (લગભગ 27.66 કરોડ રૂપિયા)નો દંડ ભરવો અને બ્રાઝિલમાં કાયદાના એક પ્રતિનિધિની નિમણૂક કરવાનું સામેલ છે. સાથે જ, બ્રાઝિલમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડર સ્ટારલિંકનાં બેંક ખાતાં પણ ફ્રીઝ કરી દેવાયાં છે.

પ્રતિબંધ પાછળની ઘટના

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાંડર ડી મોરેસ અને મસ્ક વચ્ચે મહિનાઓથી સાર્વજનિક વિવાદ ચાલી રહ્યો છે. 2024ની શરૂઆતમાં જ મોરેસે એક્સનાં કેટલાંક એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. એ એકાઉન્ટ્સ પર ખોટા સમાચારો અને નફરત ફેલાવવાનો આરોપ હતો, પરંતુ એક્સએ જજના આદેશનું પાલન ન કર્યું. એલન મસ્કના પ્લેટફોર્મે કહ્યું કે જજ તેમની એપ પર સેન્સરશિપ લગાડવાની કોશિશ કરે છે. એક્સે બ્રાઝિલમાંની પોતાની બધી ઓફિસો પણ બંધ કરી દીધી. જોકે, પ્લેટફોર્મની સેવા દેશમાંના યૂઝર્સ માટે ચાલુ રહી. એક્સે ત્યારે દાવો કર્યો હતો કે જસ્ટિસ મોરેસે જો કંપની ન માને તો બ્રાઝિલમાં કાયદાના પ્રતિનિધિઓમાંના એકની ધરપકડ કરવાની ધમકી આપી હતી. મસ્કે ત્યારે જજના ચુકાદાનો વિરોધ કરતાં તેમને અત્યાચારી અને આપખુદ કહ્યા અને સસ્પેન્ડ કરાયેલાં કેટલાંક એકાઉન્ટ્સ ફરી સક્રિય કરવાની ધમકી આપી. મસ્કે મોરેસને નકલી જજ પણ કહ્યા હતા.

બ્રાઝિલનો નિયમ

હકીકતમાં બ્રાઝિલના કાયદા અનુસાર બધી ઇન્ટરેન્ટ કંપનીઓ માટે દેશમાં કાયદાનો એક પ્રતિનિધિ રાખવો અનિવાર્ય છે. તેનાથી એવું સુનિશ્ચિત થાય છે કે કોઈ વ્યક્તિને કાયદા બાબતના નિર્ણયો જણાવી શકે, જે કંપની સાથે સંકળાયેલા નિર્ણયો લઈ શકે. તે એવી વ્યક્તિ હોય છે જે કોઈ પણ અપેક્ષિત કાર્યવાહી કરવા માટે યોગ્ય હોય.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ
રાજકોટ

૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ

Editor By Editor 2 days ago
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?