ખાલિસ્તાની ટેકેદાર એનડીપી નેતા જગમીત સિંહે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને મોટો આંચકો આપ્યો છે. તેઓએ સરકારમાંથી પોતાનું સમર્થન પરત લેવાનો નિર્ણય લીધો છે. એનડીપી પાર્ટીએ બુધવારે બપોરે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. આમાં જણાવ્યું કે, પીએમ જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકારની સાથે કરેલા કરારને સમાપ્ત કરી રહી છે. જગમતસિંહે વીડિયોમાં કહ્યું કે, જસ્ટિન ટ્રુડોએ વારંવાર સાબિત કર્યું કે તેઓ હંમેશા કોર્પોરેટ લાલચની આગળ ઝૂકી જતા હોય છે. તેમને લોકોને નિરાશ કર્યા છે. તેઓ કેનેડાના લોકોથી એક વધુ તક મેળવવાને લાયક નથી.
કરાર સમાપ્ત કરવા કામગીરી થઈ રહી હતી
મળતી માહિતી અનુસાર, સરકાર સાથે કરાર સમાપ્ત કરવાની યોજના ગત બે અઠવાડિયાથી ચાલી રહી હતી. તેમને એવું પણ કહ્યું કે પાર્ટી લિબરલ સરકારને પોચાના નિર્ણય અંગે ત્યાં સુધી જાહેર ન કર્યું જ્યાં સુધી વીડિયો ઓનલાઈન લાઈવ નહીં થયું. પીએમ કાર્યાલયને આ અંગે બપોરે 12.47 મિનિટે જાણકારી આપવામાં આવી. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી જાણકારી અપાઈ હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આપ્યો જવાબ
પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ આને લઈ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. તેમને જણાવ્યું કે, એનડીપી રાજનીતિ પર ધ્યાન આપવાના બદલે આ વાત પર ધ્યાન કેન્દ્રિત રાખે કે અમે કેનેડાવાસીઓ માટે શું કરી શકીએ છીએ. જેમ કે અમે ગત વર્ષોમાં કર્યું છે. ટ્રુડોએ કહ્યું કે, આશા છે કે આગામી ચૂંટણી જૂનથી પહેલા નથી યોજાવાના. જેથી તેઓની સરકારને ફાર્મા કેર, દંત ચિકિત્સા અને શાળા કાર્યક્રમો પર કામ કરવાનો સમય મળી શકે. જ્યારે ગવર્નમેન્ટ હાઉસના એક નેતાએ ગત અઠવાડિયે જ કહ્યું કે આ કરાર જૂન સુધી ચાલશે, પરંતુ સિંહના આ નિર્ણ નવાઈ પમાડે તેવો છે. તેમને વધુમાં કહ્યું કે, આ વાતના કોઈ સંકેત નથી કે એનડીપી આવું કરવા જઈ રહી છે.


