By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાદ્ધ : પિતૃતર્પણની પારંપરિક શ્રદ્ધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રાદ્ધ : પિતૃતર્પણની પારંપરિક શ્રદ્ધા

agragujaratnews
Last updated: 2024/09/14 at 6:13 PM
2 years ago
Share
શ્રાદ્ધ : પિતૃતર્પણની પારંપરિક શ્રદ્ધા
SHARE

શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપ

શ્રાદ્ધ વિવિધ પ્રકારનાં હોય છે. તે અંગેનો ખ્યાલ પુરાણો, સ્મૃતિઓ દ્વારા મળે છે. મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધ જણાવાયાં છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્યના નામથી ઓળખવામાં આવે છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. દર્શાવેલ ત્રણ શ્રાદ્ધ આ મુજબ છે.

નિત્ય શ્રાદ્ધ

નિત્યનો અર્થ થાય છે પ્રતિદિન કે દરરોજ. દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. અસમર્થાવસ્થામાં માત્ર જળ દ્વારા પણ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.

નૈમિત્તિક શ્રાદ્ધ

કોઈને નિમિત્ત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને એકોદ્દિષ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. એકોદ્દિષ્ટનો અર્થ થાય છે કોઈ એકને નિમિત્ત માનીને કરવામાં આવતું શ્રાદ્ધ. જેમ કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દસમું, અગિયારમું વગેરે એકોદ્દિષ્ટ શ્રાદ્ધ હેઠળ આવે છે.

કામ્ય શ્રાદ્ધ

કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે કામ્ય શ્રાદ્ધ અંતર્ગત આવે છે.

શ્રાદ્વૈર્નવતિશ્વપટ્-ધર્મસિંન્ધુ અનુસાર શ્રાદ્ધના 96 અવસરો જણાવાયા છે.

શ્રાદ્ધ સંસ્કાર

કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી. આગળનો ક્રમ યોગ્ય દિશામાં ચાલતો જ રહે છે. તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. મરણોત્તર સંસ્કાર દ્વારા પોતાની આ ક્ષમતા મુજબ પિતૃઓને સદ્ગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ ક્રમને આગળ વધારવામાં આવ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં જણાવાયું છે કે મૃત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી, કારણ કે અનંત જીવનશૃંખલાની એક કડી મૃત્યુ પણ છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિતૃઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે એવી કામના કરવામાં આવે છે કે પિતૃઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને. આ નિમિત્તે કર્મકાંડ કરવામાં આવે છે. તેનો લાભ જીવાત્માને ક્રિયા-કર્મ કરનારની શ્રદ્ધાના માધ્યમથી મળે છે. આથી શ્રાદ્ધ કરતી વખતે પણ શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે.

ગયાનું શ્રાદ્ધ

આપણા દેશમાં ગયા નામના સ્થાન પર કરવામાં આવેલ શ્રાદ્ધને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જગ્યા વર્તમાન બિહારમાં સ્થિત છે. ગયા વિસ્તારમાં જો બ્રહ્મસાર, ગયાશીર્ષવટ તથા ધર્મપૃષ્ઠ નામનાં તીર્થોમાં પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે. આ તીર્થોના માર્ગમાં પગ મૂકતાંની સાથે જ નરકમાં રહેલા પિતૃઓને પણ તરત જ સ્વર્ગમાં પહોંચાડી દે છે. તેના કુળમાં કોઈ પ્રેત બનતું નથી. એવું માનવામાં આવે છે કે ગયામાં પિંડદાન કરવાથી મોટું બીજું કોઈ દાન નથી. ગયામાં પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સર્વપિતૃ અમાવસ્યા

પિતૃપક્ષની અમાસને સર્વપિતૃ અમાવસ્યા (અમાસ) કહેવામાં આવે છે. આ તિથિએ કુળના સમસ્ત પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવામાં આવે છે. વર્ષમાં હંમેશાં તથા પિતૃપક્ષની અન્ય તિથિઓએ શ્રાદ્ધ કરવું કોઈ રીતે શક્ય ન હોય ત્યારે આ તિથિએ બધા માટે શ્રાદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પિતૃપક્ષની આ છેલ્લી તિથિ હોય છે. આ જ પ્રમાણે શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે શ્રાદ્ધ કરવા માટે અમાસ તિથિ વધારે યોગ્ય છે. જ્યારે પિતૃપક્ષની અમાસ સૌથી વધારે યોગ્ય તિથિ છે. ભાદરવા મહિનાના વદ પક્ષને પિતૃપક્ષ કહેવામાં આવે છે. પિતૃપક્ષની કાળવધિમાં પિતૃઓ પૃથ્વીની નજીક આવે છે. આ અતૃપ્ત આત્માઓ એટલે કે પિતૃઓને શાંત કરવા માટે આ કાળમાં શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું મહાલય શ્રાદ્ધ કરવાથી તેઓ આખું વર્ષ તૃપ્ત રહે છે.

માતામહ શ્રાદ્ધ

માતામહ શ્રાદ્ધ એક એવું શ્રાદ્ધ છે, જે એક પુત્રી દ્વારા પિતાને તથા એક નાતી (પુત્રીનો પુત્ર) દ્વારા પોતાના નાનાને તર્પણ કરવામાં આવે છે. આ શ્રાદ્ધને સુખ-શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે આ શ્રાદ્ધને કરવા માટેની કેટલીક જરૂરી શરતો હોય છે. જો તે પૂરી ન થાય તો શ્રાદ્ધ પહોંચતું નથી. માતામહ શ્રાદ્ધ એવી સ્ત્રીના પિતાનું થઈ શકે છે જેનો પતિ અથવા પુત્ર જીવિત હોય. જો આવું ન હોય અને બંનેમાંથી કોઈ એકનું નિધન થયું હોય અથવા હોય જ નહીં તો માતામહ શ્રાદ્ધનું તર્પણ કરી શકાતું નથી. એવું માનવામાં આવે છે કે માતામહ શ્રાદ્ધ પરિવારના સુખ તથા શાંતિ અને સંપન્નતાની નિશાની છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળમાં પોતાની દીકરીના ઘરનું પાણી પણ પીતો નથી અને તેને વર્જિત માનવામાં આવે છે, પરંતુ મૃત્યુ બાદ તેનું તર્પણ દોહિત્ર કરી શકે છે અને તેને શાસ્ત્રોક્ત માનવામાં આવે છે.

શ્રાદ્ધ સરાવવામાં કાગડો શા માટે?

માનવામાં આવે છે કે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે સૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે. એવી પણ માન્યતા છે કે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ખાવાનું પહોંચે છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું વિશેષ મહત્ત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જમાડવા માટે સૌથી પહેલા કાગડાઓને ખવડાવવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી છે તે એક થાળીમાં બધી જ વાનગીઓ અને ખાસ કરીને ખીર પીરસે છે અને પોતાના ઘરની છત પર જાય છે. ત્યાં જઈને કાગવાસ બોલીને કાગડાઓને બોલાવે છે. જ્યારે કાગડા આવી જાય છે ત્યારે તેમને ખીર-પૂરી પરોસવામાં આવે છે. જ્યારે કાગડો છત પર આવીને ખાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે જે પૂર્વજનું શ્રાદ્ધ છે તે પ્રસન્ન છે તેથી ખાવા માટે આવ્યા છે. કાગડો ન આવે અથવા ઘણા સમય પછી આવે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓ નારાજ છે ને પછી તેમને રાજી કરવાના ઉપાય કરવામાં આવે છે. જ્યાં સુધી કાગડો ખાતો નથી ત્યાં સુધી વ્યક્તિના મનને પ્રસન્નતા કે સંતોષ મળતો નથી. આ રીતે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને આટલું મહત્ત્વ મળવાને કારણે મજા પડી જાય છે.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી તે પિતૃઓને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવો

નિર્દેશ છે કે માતા-પિતા વગેરે નિમિત્તે તેમનાં નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરીને મંત્રો દ્વારા જે અન્ન વગેરે અર્પણ કરવામાં આવે છે,

તે તેમને પ્રાપ્ત થઈ જાય છે. જો પોતાનાં કર્મો અનુસાર દેવયોનિ પ્રાપ્ત

થઈ હોય તો તે અમૃતના સ્વરૂપમાં તેમને પ્રાપ્ત થાય છે

પિતૃદોષનો શ્રેષ્ઠ ઉપાય

જેની જન્મકુંડળીમાં દસમા ઘરમાં સૂર્ય-રાહુ સાથે હોય તો તેમાં પિતૃદોષ માનવામાં આવે છે, જ્યારે ચોથા ઘરમાં હોય તો માતૃદોષ, બીજા ઘરમાં હોય તો કુટુંબીજનોનો દોષ માનવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્ય-રાહુ સાથે હોય ત્યારે પિતૃદોષ સમજવામાં આવે છે. આથી પિતૃઓની આત્મશાંતિ તથા તૃપ્તિ માટે શ્રાદ્ધપક્ષને માન્યતા મળી છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે.

કોઈ કારણસર જ પિતૃઓની તિથિની જાણ ન હોય અથવા તેમનું સ્મરણ ન હોય અથવા પૂર્વજન્મમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો શ્રાદ્ધપક્ષમાં જ આવતી સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓની રુચિ અનુસાર (ખીર-પુરી) બનાવો અને તેમાંથી થોડુંક લઈને તેમનું સ્મરણ કરીને કાગડાઓને વાસ નાખો, ત્યારબાદ બનાવેલા ભોજનને જમો. આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થશે અને સુખ-સમૃદ્ધિ વધશે.

શ્રાદ્ધ વિશે શાસ્ત્રો શું કહે છે?

બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુણ્યતીર્થ, જંગલ, પર્વત અને દેવમંદિર તે બીજાની ભૂમિ ન કહેવાય, કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ નથી હોતું. – કૂર્મપુરાણ

શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે.- સ્કન્દપુરાણ

શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પિત કરવામાં આવે છે. અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓને નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે તેને બ્રહ્મરાક્ષસ દૂષિત કરતા નથી.- મહાભારત

જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી. – સ્કન્દપુરાણ

વસ્ત્ર વગર કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. આથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ. – બ્રહ્મપુરાણ

શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો, પરંતુ તર્પણમાં બંને હાથથી જળ આપવું (અર્પણ) જોઈએ.- પદ્મપુરાણ, નારદપુરાણ, લઘુયમસ્મૃતિ, મત્સ્યપુરાણ, બ્રહ્મપુરાણ

શ્રાદ્ધના પ્રકાર

નિત્ય શ્રાદ્ધ

દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજ-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.

કામ્ય શ્રાદ્ધ- કોઈ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

વૃદ્ધ શ્રાદ્ધ- વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

સપિંડ શ્રાદ્ધ

સન્માનની ઈચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.

ગૌષ્ઠ શ્રાદ્ધ

ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

કર્માંગ શ્રાદ્ધ

ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.

દૈદિક શ્રાદ્ધ

દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.

શુદ્ધિ શ્રાદ્ધ

કોઈ પાપકર્મના પ્રાયશ્ચિત સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

તૃષ્ટિ શ્રાદ્ધ

યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.

પર્વ શ્રાદ્ધ

અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 6 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?