પાકિસ્તાની મૂળના એક શખ્સને ઈંગ્લેન્ડમાં ભારતીય રૅસ્ટોરન્ટ મેનેજરની હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપી શાજેબ ખાલિદે ભારતીય મેનેજરનું ચોરીની કારથી કચડી મોત નિપજાવ્યું હતું. આ વર્ષે વેલેન્ટાઈન-ડેના દિવસે વિગ્નેશ પટ્ટાભિરામન જ્યારે દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં રૅસ્ટોરન્ટમાં ડયૂટી કરી સાયકલથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે શાજેબ ચોરીની કારથી તેને ટક્કર મારી દીધી હતી.
વિગ્નેશને રોયલ બર્કશાયર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિગ્નેશનું મોત માથામાં ઈજાને લીધે થયાનું સામે આવ્યું હતું.
ફેબ્રુઆરીમાં આરોપી શાજેબ ખાલિદની ધરપકડ કરાઈ હતી
પાકિસ્તાની મૂળના આરોપી શાજેબ ખાલિદની પોલીસે 19 ફેબ્રુઆરીની ધરપકડ કરી લીધી હતી અને આગલા દિવસે તેની પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને શરૂઆમાં જ હત્યાના આરોપને શરૂઆતના ગાળામાં જ આરોપ સ્વીકારી લીધા હતા. હવે કોર્ટમાં 28 દિવસની સુનાવણી પછી જ્યૂરીએ તેને હત્યાના દોષિત ઠેરવ્યો છે. તેને 10 ઑક્ટોબરની સજા સંભળાવાની છે. આ કેસમાં અન્ય વ્યકિત પણ આરોપી ખાલિદની મદદ કરવાના કેસમાં દોષિત જોવા મળ્યો છે. જ્યારે બીજા આરોપીને કોર્ટે મુક્ત કરી દીધો છે.
હત્યાકાંડની તપાસની આગેવાની કરતા ચીફ ઈન્સપેકટરના નિર્ણય પર રાહત દર્શાવતા કહ્યું કે, આ સ્પષ્ટ થયું કે, ખાલિદનો ઈરાદો વિગ્નેશને નુકસાન પહોંચાડવાનો હતો. તેને ચોરી કરેલી કારને હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેને આગળ જણાવ્યું કે, ઘટનાની રાત્રે ખાલિદ અને હુસૈનની વચ્ચે થયેલી વાતચીતથી સ્પષ્ટ થયું કે આરોપી શાજેબ ખાલિદને ઘટના અંગે જાણ થઈ હતી કે આ બાદ તેને ખાલિદની મદદ કરી હતી. અધિકારીએ નિર્ણયને વિગ્નેશના પરિવાર માટે ન્યાયની દિશામાં પગલું બતાવ્યું.
મૃતક વિગ્નેશના પરિવાર માટે ફંડ એકઠું કરાયું
વિગ્નેશના મોત પછી મોટી સંખ્યામાં લોકોએ તેનું સમર્થન કર્યું હતું. એક ઝૂંબેશ હેઠળ તેના મૃતદેહને ભારત પરત લાવવા તેની પત્ની રમ્યાની મદદ માટે 52500 પાઉન્ડ એટલે કે, 57.85 લાખ ભારતીય રૂપિયા ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. વિગ્નેશના મિત્રો અને પરિવારને ઓનલાઈન શ્રદ્ધાંજલી આયોજિત કરવામાં આવી હતી. જેમાં તેને એક મેનેજરના રૂપમાં દર્શાવ્યો હતો.


