ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું રૅસ્ક્યૂ મિશન હવે 28 સપ્ટેમ્બરે લોંચ થશે. નાસા અને સ્પેસએખ્સના આ મિશનને ફલોરિડાના કેપ કેનાવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોંચ થશે. પરંતુ ખરાબ હવામાનને લીધે આને 28 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાન હેલેન મેક્સિકોની ખાડીથી પસાર થઈ રહ્યું છે. આ કારણથી ફ્લોરિડીમાં ભારે પવનની સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ કારણથી નાસા અને સ્પેસએક્સે ગઈકાલે લોંચ થનારા ક્રૂ-9 મિશનને આગળ ટાળી દીધું છે. આ મિશનથી અવકાશમાં આશરે ચાર મહિના સુધી રહેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવામાં આવશે.
નાસાનું ક્રૂ-9 મિશન ?
સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફટથી ક્રૂ-9નું લોંચિંગ થવાનું છે. આ હેઠળ નાસાના વૈજ્ઞાનિક નિક હેગ અને રશિયન અવકાશ યાત્રી એલેક્ઝાંડર ગોરબુનોવ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર જશે. આ નાસા અને સ્પેસએક્સનો નવમું ક્રૂ રોટેશન હશે. આ મિસનમાં આઈએસએસ પર પહેલાથી રહેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પણ જોડાશે. ક્રૂ-9 મિશનને આ અવકાશયાત્રીઓને પાંચ મહિના સુધી સ્પેસ સ્ટેશન પર મેઈન્ટેન્સ અને સંશોધન કરવાનું છે. ત્યારબાદ ફેબ્રુઆરી-2025માં તેઓ ધરતી પર પાછા ફરશે.
સુનિતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશનની કમાન સોંપાઈ
સ્પેસ સ્ટેશન ઉપર આશરે ચાર મહિનાથી ફસાયેલી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને મોટી જવાબદારી આપી છે. નાસાએ તેને સ્પેસ સ્ટેશનની કમાન્ડર બનાવી છે. આ બીજી તક છે કે જ્યારે સુનિતા અવકાશ સ્ટેશનની કમાન સંભાળી રહી છે. આ અગાઉ તે વર્ષ-2021માં પોતાના એક મિશન દરમ્યાન સ્પેસ સ્ટેશનની કમાન્ડર બનાવવામાં આવી હતી.
વિલિયમ્સ-વિલ્મોર ફેબ્રુઆરી-2025માં પાછા આવશે
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત પાંચની જૂનથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. બંને બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં પહોંચ્યા હતા પરંતુ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના કારણે સમયસર પરત ફરી શક્યા ન હતા. અવકાશયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, નાસાએ સ્ટારલાઈનરને ક્રૂ વિના પાછું લાવવાનું નક્કી કર્યું, જે 7 સપ્ટેમ્બરે ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર અવકાશમાંથી પરત ફર્યું. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર સ્ટારલાઈનર ટેસ્ટ ફ્લાઈટ મિશન પર ગયા હતા, પરંતુ હવે તેમનું મિશન લગભગ 8 મહિના સુધી ચાલ્યું છે. બંને ફેબ્રુઆરી-2025માં ક્રૂ-9 મિશન દ્વારા પરત ફરશે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની સુરક્ષિત પરત ફરવા માટે, નાસાએ તેમને ક્રૂ-9 મિશનમાં સામેલ કર્યા છે, આ માટે ડ્રેગન અવકાશયાનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ધાતુના ટુકડાઓ કે જે ‘ડેડ વેઇટ’ છે અને તેના 2 અવકાશયાત્રીઓ સાથે. તેમને 2 ખાલી બેઠકો પર મોકલવામાં આવશે. પરત ફરવાના સમયે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સહિત ક્રૂ-9ના તમામ ચાર અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.


