દક્ષિણ અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં હરિકેન હેલેન ચક્રવાત ચોથી કેટેગરીના સ્તરે પહોંચી ગયું છે. જેથી ઘણા વિસ્તારમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે.આ દરમ્યાન રાષ્ટ્રીય મહાસાર અને વાયુમંડળ તંત્રે રેકોર્ડ ગરમ તાપમાનને લીધે આ વર્ષે એટલાન્ટિક તોફાનના સરેરાશથી ઉપર રહેવાની આગાહી કરી છે. જેથી હેલેન આ ક્ષેત્રમાં વર્ષોમાં આવતા સૌથી મોટા ચક્રવાતી તોફાનોમાંનું એક હશે.
હવામાન કચેરીની આગાહી અનુસાર હેલન તોફાન ફલોરિડાના ઉત્તર-પશ્ચિમ તટની તરફ વધતા કેટેગરી-4ના તોફાનમાં તબદિલ થઈ ગયું છે. જે પોતાની સાથે વિનાશકારી નુકસાન કરતું જશે. જલ્દી મોટાપાયે તોફાન આવવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ભૂસ્ખલન પછી દક્ષિણ-પૂર્વ સંયુક્ત રાજ્ય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ તોફાન, વિનાશકારી પવનો અને ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની આશંકા છે. એટલાન્ટિક તોફાન સિઝનનું આઠમા નંબરનું તોફાન છે, જે પહેલી જૂનથી શરૂ થયું હતું.
215 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી
યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે હરિકેન હેલેનને લીધે 215 કિલોમીટરની ઝડપે સતત પવન ફુંકાશે. રિપોર્ટ અનુસાર, તોફાન પહેલા ફલોરિડામાં અઝી લાખ કરતાં વધુ ઘર અને કોમર્શિયલ સેન્ટરમાં વીજળી ડૂલ થઈ હતી. હવે ફલોરિડામાં બિગ બેંડ વિસ્તારમાં આનાથી ભારે નુકસાન થશે. આ દરમિયાન છ મીટરની ઉંચાઈ સુદી જીવલેણ મોજાં ઉઠવાની શક્યતા છે. ફલોરિડા, જ્યોર્જિયા, કેરોલિના અને વર્જિનિયામાં વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રએ આ માટે ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. તોફાન આવતા વીજ કાપ, વૃક્ષો પડવા અને પાયાના માળખાને નુકસાન થવાને લઈ સ્થાનિક નાગરિકોને તાત્કાલિક સાવધાની વર્તવાની અપીલ કરવામાં આવી છે.
ફલોરિડામાં વિનાશ
ઉષ્ણકટિબંધીય તોફાન ધરાવતા પવનોએ ગુરુવારે ફ્લોરિડામાં વિનાશ વેરવાનું શરૂ કર્યું, કારણ કે હરિકેન હેલેન ટકરાવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આપેલી ચેતવણી પ્રમાણે આ પ્રચંડ વાવાઝોડું દરિયાકાંઠે “દુઃસ્વપ્ન” બનાવી શકે છે અને દક્ષિણપૂર્વ અમેરિકાના મોટાભાગના ભાગમાં સેંકડો માઈલ અંદરના ભાગમાં નુકસાનકારક પવન મોકલી શકે છે. ગુરુવારે બપોરથી જ વાવાઝોડાનો પ્રકોપ અનુભવાવા લાગ્યો હતો. સારાસોટા નજીક સિએસ્ટા કીના ઉત્તરીય છેડા પરનો માર્ગ પૂરથી ભરાઈ ગયો હતો અને ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ સાથે સેન્ટ પીટ બીચના કેટલાક ચાર રસ્તાઓને આવરી લેવામાં આવ્યા હતા. 205 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા પવનને કારણે ફ્લોરિડામાં લગભગ 18 હજાર ઘરો, દુકાનો, કોમર્શિયલ સેન્ટર્સ વીજળી વિનાના થઈ ગયા છે.


