જગત જમાદાર એવા અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીના દાવા પ્રમાણે ચીન દેશન નવી પરમાણુ વહન કરતી હુમલાખોર સબમરિન હતી તે આ વર્ષના પ્રારંભમાં દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. અમેરિકી અધિકારી અનુસાર, આ ચીન માટે શરમજનક બાબત છે. જે પોતાની સૈન્ય ક્ષમતાનો વિસ્તાર કરવા માગે છે. ચીનની પાસે પહેલાથી જ 370થી વધુ જહાજોની સાથે વિશ્વની સૌથી મોટી નેવી છે, અને તેને પરમાણુ સંચાલિત સબમરિનની એક નવી જનરેશનું ઉત્પાદન શરૂ કર્યું છે.
સિનિયર અમેરિકી અધિકારીના દાવા અનુસાર ચીનની પ્રથમ એકમ નવી ફર્સ્ટ-ક્લાસ પરમાણુથી સંચાલિત એટેક સબમરિન મે મહિના અને જૂન વચ્ચેના સમયમાં ડૂબી ગઈ હતી. વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની પાસે શેર કરવા માટે કોઈ માહિતી નથી. ચીની અધિકારીએ કહ્યું, ‘તમે કહેલી બાબતની અમને જાણ નથી. તેમજ અત્યારે અમારી પાસે આપવા માટે કોઈ માહિતી નથી.’
ચીનની સબમરિન જ્યાં રખાઈ હતી ત્યાંના ફોટા સામે આવ્યા
પ્લેનેટ લેબ્સે જૂનમાં લીધેલા સેટેલાઇટ ફોટાઓની સિરીઝ પ્રકાશિત કરી છે. જેમાં ચીનના વુચાંગ શિપયાર્ડમાં ક્રેન્સ બતાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ડૂબતી પરમાણુ સબમરિન આ શિપયાર્ડમાં ડોક કરવામાં આવી હતી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના એક રિપોર્ટ અનુસાર, વર્ષ-2022 સુધીમાં ચીન પાસે છ પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરિન, છ પરમાણુ સંચાલિત એટેક સબમરિન અને 48 ડીઝલથી ચાલતી એટેક સબમરિન હતી. ચીન તેની સબમરિનની સંખ્યા વર્ષ-2025 સુધીમાં 65 અને 2035 સુધીમાં 80 કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
ચીને ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પરીક્ષણ કર્યું
આ દરમિયાન ચીને બુધવારે કહ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં સફળતાપૂર્વક ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. આ પરીક્ષણ બાદ ચીનની પરમાણુ ક્ષમતા અંગે આંતરરાષ્ટ્રીય ચિંતાઓ વધવાની શક્યતા વધી ગઈ છે. યુએસ અને ચીને આ મહિનાની શરૂઆતમાં પ્રથમ વખત થિયેટર-લેવલ કમાન્ડર વાટાઘાટો યોજી, લશ્કરી સંબંધોને સ્થિર કરવા અને ગેરસમજને ટાળવાના પ્રયાસો કર્યા હતા.


