ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રેવિસ હેડે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હેડની સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારત પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 157 રનની લીડ બનાવી લીધી હતી.
સિરાજ અને ટ્રેવિસ હેડ એકબીજા સાથે અથડાયા
મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 81મી ઓવર ફેંકવા આવ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલ પર હેડે ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, હેડ આગામી બોલ પર મોટો શોટ મારવાના હતા. આ ઓવરના ત્રીજા બોલ પર હેડે સ્કાયસ્ક્રેપર સિક્સર ફટકારી હતી. આ પછી બીજા જ બોલ પર સિરાજે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેને આઉટ કર્યા બાદ સિરાજ ઘણો આક્રમક બની ગયો હતો. તેણે હેડને મેદાન છોડવા કહ્યું હતું. આના પર હેડએ તેને જવાબ આપ્યો. આ પછી ચાહકોએ આખા મેદાન પર બૂમો પાડવાનું શરૂ કર્યું.
હેડે ફટકારી શાનદાર સદી
એડિલેડ ટેસ્ટ મેચમાં ટ્રેવિસ હેડે પોતાની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી ફટકારી હતી. તેણે 141 બોલમાં 140 રન બનાવ્યા હતા. ડે-નાઈટ ટેસ્ટ મેચમાં આ તેની ચોથી સદી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 17 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ભારત માટે સિરાજે 28 રનમાં 4 વિકેટ લીધી હતી.


