એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ટ્રેવિસ હેડ અને મોહમ્મદ સિરાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી આ મામલો વધુ જોર પકડ્યો છે. આ પછી હેડ અને સિરાજે પોતપોતાની બાજુ રજૂ કરી હતી.
રોહિત શર્માએ આ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું છે. આ મેચમાં સિરાજના યોર્કર પર હેડ બોલ્ડ થયો હતો. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ બાદ હેડે સિરાજના વખાણ કર્યા હતા. સિરાજે હેડના નિવેદન પર કહ્યું હતું કે તે ખોટું બોલી રહ્યો છે.
રોહિત શર્માએ કહી આ વાત
સિરાજ અને હેડ વચ્ચેના વિવાદ અંગે તેણે કહ્યું, “હું સ્લિપ પર ઊભો હતો. આ દરમિયાન બંને વચ્ચે શું થયું તેની મને ખબર નહોતી. પરંતુ જ્યારે બે કોમ્પીટીટર ટીમો રમે છે, ત્યારે આ પ્રકારની વસ્તુ થાય છે. હેડ સારી બેટિંગ કરી રહ્યો હતો અને અમે તેની વિકેટ લેવા માગતા હતા. હેડ આપણા બોલરો પર દબાણ બનાવી રહ્યો હતો. તેને વિકેટ મળી હતી અને તે ઉજવણી કરી રહ્યો હતો.
લાઇન ક્રોસ ન કરવી જોઈએ
આ લડાઈ પછી ઓસ્ટ્રેલિયન ચાહકોએ સિરાજની હૂટીંગ કરવાનું શરૂ કર્યું. તેના પર રોહિત શર્માએ કહ્યું કે આવી બાબતો સિરાજને અસર કરતી નથી. તેણે કહ્યું, “સિરાજને લડવું પડ્યું. તેનાથી તેને સફળતા પણ મળે છે. એક કેપ્ટન તરીકે મારું કામ તેને સપોર્ટ કરવાનું છે. દેખીતી રીતે એક થીન લાઈન છે જેને ઓળંગવી જોઈએ નહીં. રોહિતે કહ્યું કે આ પહેલીવાર નથી. આવું ઘણી વખત બન્યું છે. મેં આ પહેલા પણ કહ્યું છે કે આક્રમક બનવું અને અતિશય આક્રમક બનવામાં ફરક છે. એક કેપ્ટન તરીકે હું લાઇન ક્રોસ ન કરવાનો પ્રયાસ કરીશ.


