મેલબોર્ન ટેસ્ટમાં વિરાટ કોહલીને મળવા માટે ચાહકે પિચમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટ મેચ દરમિયાન એક ચાહક પિચમાં ઘુસી ગયો હતો. આ યુવા પ્રશંસક વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઉતર્યો હતો. જો કે આ દરમિયાન વિરાટ કોહલી તેના ચાહક પર ગુસ્સે ન થયો અને તે તેના મેદાનમાં આવી ગયેલા ચાહકને સ્મિત સાથે મળ્યો હતો.
વિરાટ કોહલીને મળવા માટે ફેન મેદાનમાં આવ્યો હતો
મેલબોર્નમાં બોક્સિંગ ટેસ્ટ મેચનો બીજો દિવસ રમાઈ રહ્યો છે અને આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ તેની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. પ્રથમ કલાકમાં સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન એક ફેન મેદાનમાં ઘુસી ગયો અને વિરાટ કોહલીને મળવા દોડવા લાગ્યો હતો. આ દરમિયાન યુવા ફેન વિરાટ કોહલીના ખભા પર હાથ રાખીને તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જોકે, આ પછી સુરક્ષાકર્મીઓએ આવીને તેને ત્યાંથી હટાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અગાઉ પણ ચાહકો મેદાનમાં દોડી આવ્યા છે
આ પહેલીવાર ઘટના નથી જ્યારે કોઈ ફેન ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર દોડી ગયો હોય. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ચાહકો પોતાના મનપસંદ ખેલાડીને મળવા મેદાનની અંદર પ્રવેશ કરે છે. જો કે આ પછી ઘણા ચાહકો સામે મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય મેચો અને IPL દરમિયાન આવું ઘણી વખત જોવા મળ્યું છે.
પૂર્વ PM ને આપી શ્રદ્ધાંજલી
મેલબોર્ન ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. આ પછી તેમના સન્માનમાં ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે તેમના હાથ પર કાળી પટ્ટી પહેરીને બહાર આવ્યા હતા. જો મનમોહન સિંહની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની સતત સારવાર ચાલી રહી હતી. ગુરુવારે નવી દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ કારણોસર ભૂતપૂર્વ વડા પ્રધાનની સ્મૃતિને આદર આપવા માટે ભારતીય ખેલાડીઓ તેમના હાથ પર કાળી પટ્ટીઓ પહેરીને મેદાનમાં આવ્યા હતા.


