યુવા ખેલાડીઓના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી શક્યું નથી અને તેથી જ તે સતત ભારતીય ખેલાડીઓને નિશાન બનાવી રહ્યું છે. આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ સૌથી આગળ છે, જે કાંગારુ બેટ્સમેન સેમ કોન્સ્ટાસ સાથેની ટક્કર બાદ ફરી તેમના નિશાના પર છે.
એક અખબારે બેશરમીની તમામ હદ વટાવી દીધી છે અને વિરાટના દિવંગત પિતાની મજાક ઉડાવી છે. અખબારે તેના સ્પોર્ટ્સ પેજમાં ભારતીય બેટ્સમેનના પિતા વિશે ખૂબ જ ખરાબ હેડલાઈન લખી હતી. અખબારમાં કાંગારૂ ઓપનર સેમ કોન્સ્ટાસની તસવીર હતી અને હેડલાઈનમાં લખ્યું હતું કે, ‘વિરાટ, હું તારો પિતા છું.’
ફેન્સે ઓસ્ટ્રેલિયન અખબારને આપ્યો જડબાતોડ જવાબ
વિરાટને ફટકારવામાં આવ્યો દંડ
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે જ્યારે કાંગારુ બેટ્સમેન તેના ગ્લોવ્ઝને એડજસ્ટ કરીને ક્રિઝના બીજા છેડે જઈ રહ્યો હતો ત્યારે કોહલીએ કોન્ટાસનો ખભો અથડાયો હતો. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે થોડીવાર સુધી બોલાચાલી થઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જ્યાં મોટાભાગના લોકોએ તેને કોહલીની ભૂલ માની હતી. બાદમાં રેફરીએ વિરાટ પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો, જે તેણે સ્વીકારી પણ લીધો.
ICCએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે વિરાટે આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. ICCએ વધુમાં કહ્યું કે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નથી કારણ કે વિરાટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા પ્રસ્તાવિત દંડનો સ્વીકાર કર્યો હતો.


