બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આ વખતે ભારત આવશે નહીં. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ જીતીને સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો ટીમ ઈન્ડિયાને હાર તરફ લઈ ગયો. ભારતીય ટીમ આ પ્રવાસમાં ઘણી અપેક્ષાઓ સાથે પહોંચી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું.
ટીમ ઈન્ડિયા દરેક મેચમાં બેક ફૂટ પર મળી જોવા
પર્થમાં જીત બાદ ટીમ ઈન્ડિયા દરેક મેચમાં બેક ફૂટ પર જોવા મળી હતી. ક્યારેક ભારતીય બેટ્સમેન ફોલોઓન બચાવતા જોવા મળ્યા તો ક્યારેક બોલરો ટીમની લાજ બચાવતા જોવા મળ્યા. કાંગારૂની ધરતી પર રમાયેલી આ સિરીઝને ભારતીય ફેન્સ અને ખેલાડીઓ પોતે યાદ રાખવાનું પસંદ કરશે નહીં.
વિનિંગ ટીમને મળે છે પૈસા?
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ જીતીને સિરીઝ 3-1થી કબજે કરી હતી. બોર્ડર-ગાવસ્કર સિરીઝ જીત્યા બાદ એલન બોર્ડરે ઓસ્ટ્રેલિયાને ટ્રોફી આપી હતી. પરંતુ શું આ સિરીઝ જીતીને પૈસા મળે છે?
સિરીઝ જીતનારી ટીમને ઈનામ તરીકે માત્ર ટ્રોફી
બોર્ડર-ગાવસ્કર સિરીઝ જીતનારી ટીમને ઈનામ તરીકે માત્ર ટ્રોફી આપવામાં આવે છે. આ માટે કોઈ નિશ્ચિત ઈનામની રકમ નથી. પરંતુ તેમાં એક રસપ્રદ એંગલ છે. જો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા અથવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈચ્છે તો તેઓ તેમના ખેલાડીઓને ઈનામ તરીકે પૈસા આપી શકે છે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં હારી ગઈ છે. તેથી તેને કંઈપણ મળશે નહીં. પરંતુ ગત વખતે ટીમને જીત માટે પૈસા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મુજબ ટીમ ઈન્ડિયાને 5 કરોડ રૂપિયા મળ્યા હતા.
પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. હાલમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ઈનામને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ભારતે સિરીઝની પ્રથમ મેચ 295 રને જીતી હતી. પરંતુ આ પછી તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં એક મેચ ડ્રો રહી હતી.


