દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં 29 ઉમેદવારના નામ સામેલ છે. આ યાદીમાં 5 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ ત્રિનગરથી તિલક રામ ગુપ્તાને ટિકિટ આપી છે.
કરમ સિંહ કર્માને સુલતાનપુર મઝરાથી ઉમેદવાર જાહેર
કરમ સિંહ કર્માને સુલતાનપુર મઝરાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ કપિલ મિશ્રાને દિલ્હી કરાવલ નગર વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અભય વર્માને ફરી એકવાર લક્ષ્મી નગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અભય વર્મા લક્ષ્મી નગરના વર્તમાન ધારાસભ્ય છે.
માદીપુરથી ઉર્મિલા કૈલાશ ગંગવાલને ટિકિટ
પાર્ટીએ નરેલા વિધાનસભા બેઠક પરથી રાજ કરણ ખન્નીને, તિમારપુરથી સૂર્ય પ્રકાશ ખન્ના, મુંડકાથી ગજેન્દ્ર દરલ, કિરાડીથી બજરંગ શુક્લા, સુલતાનપુર મઝરાથી કરમ સિંહ કર્મા, શકુર બસ્તીથી કરનૈલ સિંહ, ત્રિનગરથી તિલક રામ ગુપ્તા, સદર બજાર કુમાર જિંદાલ, ચાંદની ચોકથી સતીશ જૈન, મતિયા મહેલથી દીપ્તિ ઈન્દોરા, બલ્લીમારનથી કમલ બાગડી, મોતી નગરથી હરીશ ખુરાના, માદીપુરથી ઉર્મિલા કૈલાશ ગંગવાલને ટિકિટ આપવામાં આવી છે.
રોહતાસ બિધુડીને મળી તુગલકાબાદથી ટિકિટ
પાર્ટીએ હરિ નગરથી શ્યામ શર્મા, તિલક નગરથી શ્વેતા સૈની, વિકાસપુરીથી ડૉ. પંકજ કુમાર સિંહ, ઉત્તમ નગરથી પવન શર્મા, દ્વારકાથી પ્રદ્યુમન રાજપૂત, મટિયાલાથી સંદીપ સેહરાવત, નજફગઢથી નીલમ પહેલવાન, પાલમથી કુલપીદ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. રાજિન્દર નાગર ઉમંગ બજાજ, કસ્તુરબા નગરથી નીરજ બસોયા, તુગલકાબાદથી રોહતાસ બિધુરી, ઓખલાથી મનીષ ચૌધરી, કોંડલીથી પ્રિયંકા ગૌતમ, લક્ષ્મી નગરથી અભય વર્મા, સીલમપુરથી અનિલ ગૌર અને કરાવલ નગરથી કપિલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.