ઓસ્ટ્રેલિયાના સૌથી જૂના અને સૌથી મોટા શહેર સિડનીના 9 પ્રખ્યાત બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. 14 જાન્યુઆરી મંગળવારના રોજ બીચ પર સફેદ અને રાખોડી રંગનો નાનો અને ગોળાકાર ભંગાર જોવા મળ્યો હતો ત્યારબાદ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. દરિયામાં સ્વિમિંગ અને સર્ફિંગ કરતા લોકોને પણ તાત્કાલિક પાણીમાંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું.
દુનિયાને આકર્ષિત કરનાર દરિયા કિનારા
સિડનીની નોર્ધન બીચીસ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, બીચ પર જોવા મળેલો મોટા ભાગનો કાટમાળ કેટલાક નાના અને કેટલાક મોટા કાંકરાના કદનો હતો. આવી સ્થિતિમાં, બીચ જનારાઓને મેનલી, ડી વાય, ક્વીન્સક્લિફ, ફ્રેશ વોટર, લોંગ રીફ, નોર્થ સ્ટેન અને નોર્થ નરરાબીન સહિતના ઉત્તર અને દક્ષિણ કર્લ કર્લ બીચની મુલાકાત લેવા પર મુખ્યત્વે આગામી આદેશો સુધી પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે સિડનીના દરિયાકિનારા તેમની સોનેરી રેતી અને સ્વચ્છ પાણી માટે દુનિયાભરના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
નમુનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે મોકલાશે
વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ શહેરના ન્યૂ સાઉથ વેલ્સ એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી (EPA) સાથે મળીને કાટમાળના નમૂનાઓ એકત્ર કરવા માટે કામ કરી રહ્યા છે. તેઓ આ કાટમાળને સાફ કરીને પરીક્ષણ માટે મોકલશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સિડનીના બોન્ડી સહિત ઘણા બીચ પર 2 હજારથી વધુ ટાર બોલ જોવા મળ્યા હતા, ત્યારબાદ આ બીચને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ બોલમાં માનવ વાળ અને ઘરગથ્થુ ચરબીનું મિશ્રણ જોવા મળ્યું હતું, જે થોડા દિવસોમાં જ ધોવાઈ ગયું હતું.
દરિયાના પ્રદૂષણથી બન્યા હોવાનું પ્રાથમિક તારણ
એક અહેવાલ મુજબ, બીચ પર મળી આવેલા આ નાના ગ્રે બોલ્સ ગટર સાથે સંબંધિત હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. ‘ગાર્ડન ઓસ્ટ્રેલિયા’ના અહેવાલ મુજબ, EPA માને છે કે આ ગ્રે બોલ્સ ફેટી એસિડ્સ, પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન અને ખાદ્ય કચરો, માનવ મળ, દવાઓ, વાળ અને મોટર તેલ સહિત કેટલાક કાર્બનિક-અકાર્બનિક પદાર્થોના બનેલા હોઈ શકે છે.


