ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પર્સનલ લાઈફમાં આ સમયે જે કંઈ પણ ચાલી રહ્યું છે તે કોઈથી છુપાયેલું નથી. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ આ કપલે હજુ સુધી છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. જેથી છૂટાછેડાની જાહેરમાં પુષ્ટિ થઈ શકે.
પંજાબ કિંગ્સ તરફથી રમશે યુઝવેન્દ્ર ચહલ
IPL 21 માર્ચ 2025થી શરૂ થઈ રહી છે, આ IPL માં યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સ તરફથી રમશે. ફેન્સ ઈચ્છે છે કે યુઝવેન્દ્ર ચહલની પર્સનલ લાઈફની તેના ક્રિકેટ કારકિર્દી પર અસર ન પડે. જેના કારણે ફેન્સ પોતાની રીતે યુઝવેન્દ્ર ચહલને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ તેની પોસ્ટ પર ફની કોમેનટ કરી રહ્યા છે તો કેટલાક તેમને આગળ વધવા અને આગળ વધવા માટે કહી રહ્યા છે.
યુઝવેન્દ્ર ચહલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને બોલીવુડના એક ફેમસ એક્ટર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. યુઝીની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને મજા માણી રહ્યા છે.
એકસાથે જોવા મળ્યા યુઝવેન્દ્ર ચહલ અને બોબી દેઓલ
યુઝવેન્દ્ર ચહલે મંગળવારે સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, આ પોસ્ટ પર તેને ફેમસ બોલીવુડ એક્ટર બોબી દેઓલ સાથેની એક તસવીર શેર કરી. આ તસવીરમાં બોબી દેઓલ અને યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળી રહ્યા છે.
યુઝવેન્દ્ર ચહલ વિશે ફેન્સે આપી પ્રતિક્રિયા
ફેન્સ વિવિધ કોમેન્ટ કરીને યુઝવેન્દ્ર ચહલની મજાક ઉડાવી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલની પોસ્ટ પર એક ફેને કોમેન્ટ કરી અને લખ્યું છે “બોલીવુડમાં વાપસી.” બીજા એક ફેને કોમેન્ટ કરી અને લખ્યું કે આ તો ફક્ત શરૂઆત છે અને તેનાથી પણ વધુ ખતરનાક વાપસી થશે. ત્રીજા ફેને પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું કે જેમ બોબી દેઓલે વાપસી કરી છે, તેમ યુઝવેન્દ્ર ચહલ પણ વાપસી કરશે.


