શું ભારતની જેમ અમેરિકા સંસદ પણ બદલી શકે છે કોર્ટનો નિર્ણય?, જુઓ શું છે મામલો ? કોર્ટે નાગરિકતા સાથે જોડાયેલા અમેરિકાના નિર્ણય પર રોક લગાવી છે. તો શું અમેરિકા સંસદ પણ ભારતીય સંસદની જેમ કોર્ટ કેસના નિર્ણયને બદલી નાંખશે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરી કર્યા બાદ ડૉનાલ્ડ ટ્રંપે એક પછી એક આકરા નિર્ણયો લીધા છે. તેમાંથી એક નિર્ણય છે, બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે જન્મના આધારે નાગરિકતા.
જન્મના આધારે નાગરિકતા આપવા પર મનાઇ હુકમ
કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આ નિર્ણયને અસંવૈધાનિક બતાવ્યો છે. અને હંગામી ધોરણે આ નિર્ણય પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે, ડૉનાલ્ડ ટ્રંપે અમેરિકામાં જન્મના આધારે નાગરિકતા આપવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. નાગરિકતા આપતા કાયદાને રદ્દ કર્યો છે. તો હવે કોર્ટે રોક લગાવી છે તો શું અમેરિકી સંસદ પણ ભારતની સંસદની જેમ કોર્ટ કેસના નિર્ણયને બદલી શકે છે.
સંવિધાનમાં સંશોધન કર્યા બાદ આ નિર્ણયને બદલાવી શકાય
ભારતીય સંવિધાન અનુસાર સંસદ પાસે કાયદો ઘડવાની અનુમતિ છે. પરંતુ તેઓ ન્યાયપાલિકાના નિર્ણયોને સીધી રીતે પલટી શકતી નથી. એટલે કે જો સુપ્રીમ કોર્ટે કોઇ કાયદાને અસંવૈધાનિક જાહેર કરે તો તેને સંસદમાં તુરંત બદલી શકાય નહી. પરંતુ સંવિધાનમાં સંશોધન કર્યા બાદ આ નિર્ણયને બદલાવી શકાય છે. પરંતુ આ બધાની વચ્ચે અમેરિકામાં આ તમામ પાસાઓ પર કામ કરવુ અશક્ય દેખાઇ રહ્યુ છે.
નિર્ણય બદલવા માટે શું છે પ્રક્રિયા ?
અમેરિકી સંવિધાન હેઠળ સુપ્રીમ કોર્ટને અંતિમ સંવૈધાનિક વ્યાખ્યાનો અધિકાર પ્રાપ્ત થયો છે. અને હવે જો એવામાં અમેરિકી સંસદ કોર્ટના કોઇ નિર્ણયને બદલવા માંગે છે તો તેના માટે આ કપરા ચઢાણ સમાન છે. આ બધા મામલામાં સંસદે સંવિધાનમાં સંશોધન કરવુ પડશે. અથવા તો નવો જ કાયદો અમલમાં લાવવો પડશે. સંવિધાનમાં સંશોધન કરવા માટે અમેરિકા સંસદ જેને કોંગ્રેસ કહેવામાં આવે છે. તેના બંને ગૃહોમાં બે તૃત્તાંશ બહુમત સાથે સંશોધન પાસ થવુ જરુરી છે. જે બાદ ત્રણ ચતુર્થાઉંશ રાજ્યમાં આ સંશોધન પર સહમતિ થવી પણ ખૂબ જરુરી છે.
તો આ તરફ જો નવા કાયદાની વાત કરવામાં આવે તો જો અમેરિકી સંસદ કોઇ નવા કાયદા પાસ કરે છે. અને સુપ્રીમ કોર્ટ એ કાયદાને સંવૈધાનિક રીતે નથી માનતી તો તે રદ્દ પણ કરી શકાય છે. અમેરિકામાં જન્મ સિદ્ધઅધિકાર, આર્ટીકલ 14 હેઠળ આપવામાં આવ્યા છએ. અને જો અમેરિકી સંસદને કોર્ટનો નિર્ણય બદલવો હશે તો તેણે પ્રથમ આર્ટિકલ 14માં સંશોધનની પ્રક્રિયા હાથ ધરવી પડશે.


