સીઇઓ સેમ ઓલ્ટમેન આમને સામને આવી ગયા છે. બંને વચ્ચે એક્સ પર ચઢભડ થઈ છે. સ્ટારગેટ યોજનાની જાહેરાત થઈ તેવા સંજોગોમાં આ ચઢભડ થઈ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક નવી કંપનીના માધ્યમથી કૃત્રિમ બુદ્ધિમત્તા અર્થાત એઆઇના માધ્યમથી એઆઇ સંબંધી માળખાકીય સુવિધા ઊભી કરવા પાછળ 500 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તે કંપનીમાં આરંભે 100 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. કહેવાય છે કે આઇટી ક્ષેત્રની તે અત્યારસુધીની સૌથી મોટી કંપની બની રહેશે. કહેવાય છે કે સ્ટારગેટ પરિયોજનાનું સંચાલન ત્રણ દિગ્ગજ અગ્રણીઓની ભાગીદારીમાં થવાનું છે. તેમાં સોફ્ટબેન્કના સંચાલક માસાયોશી સોન, ઓપનઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન તેમ જ ઓરેકલના અધ્યક્ષ લેરી ઓરેકલનો સમાવેશ થાય છે. આ સ્ટારેગટ કાર્યક્રમથી ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મનાતા એલન મસ્કને દૂર રાખવામાં આવ્યા છે. મસ્ક ઓપન આઇના આરંભિક રોકાણકર્તાઓ પૈકીના એક છે. હવે એલન મસ્કે સ્ટારગેટ એઆઇ પ્રોજેક્ટને મુદ્દે ઓપનઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન પર નિશાન સાધ્યું છે. ઓપનઆઇ બોર્ડના મુદ્દે બંને વચ્ચે ચકમક ઝરવાની શરૂઆત થઈ હતી. મસ્કે હવે સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત થયાના ગણતરીના કલાકમાં જ કંપનીમાં થયેલા રોકાણોને મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે,’હકીકતે તેમની પાસે નાણાં જ નથી. સોફ્ટબેન્ક હજી સુધી માંડ 10 અબજ ડોલર જેટલા નાણાંનું ભંડોળ ઊભું કરી શકી છે.’
સેમ ઓલ્ટમેને આપ્યો જવાબ
ઓલ્ટમેને બુધવારે જવાબ આપતાં કહ્યું કે મસ્ક ખોટું બોલી રહ્યા છે. તેમણે મસ્કને ટેક્સાસ ખાતે ઊભી થઈ રહેલી સ્ટારગેટ પ્રોજેક્ટની પ્રથમ સાઇટની મુલાકાત લેવા નિમત્રણ આપ્યું હતું. સાઇટ પર હજી કામ ચાલી રહ્યું છે. ઓલ્ટમેને કહ્યું કે,’ સ્ટારગેટ પ્રોજેક્ટ દેશ માટે ખૂબ સારો પ્રોજેક્ટ છે. હું જાણું છું કે દેશ માટે જે પણ સારું કામ થાય તે તમારી કંપનીઓને પસંદ નથી પડતું. પરંતુ આશા રાખું છું કે તમારી નવી ભૂમિકામાં તમે અમેરિકાને તમારાથી આગળ રાખશો.


