ICC એ વર્ષ 2024 ની બેસ્ટ T20 ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ભારતના ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે, જેણે ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. રોહિત સિવાય જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા તરફથી ફક્ત ટ્રેવિસ હેડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાબર આઝમ પાકિસ્તાન તરફથી ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી છે. અફઘાનિસ્તાનના ડેશિંગ સ્પિનર રાશિદ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિત બેસ્ટ T20 ટીમનો બન્યો કેપ્ટન
ICC એ વર્ષ 2024ની બેસ્ટ T20 ટીમની પસંદગી કરી છે. રોહિત શર્માને આ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે રોહિતનું બેટથી પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું અને તેને 11 મેચમાં 160ના સ્ટ્રાઈક રેટથી 378 રન બનાવ્યા હતા.
ભારત માટે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા પણ આ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.
હેડ-બાબરને મળી જગ્યા
ભારત સિવાય દરેક ટીમના ફક્ત એક જ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કાંગારૂ ટીમમાંથી ટ્રેવિસ હેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાબર આઝમ પાકિસ્તાન તરફથી એકમાત્ર ખેલાડી છે, જેણે ICC ટીમમાં સ્થાન મેળવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરણનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સિકંદર રઝા પણ ઝિમ્બાબ્વે તરફથી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.


