ICCએ 26 જાન્યુઆરીએ કમિન્ડુ મેન્ડિસને 2024ના વર્ષનો ઈમર્જિંગ ખેલાડી તરીકે જાહેર કર્યો. શ્રીલંકાના આ ખેલાડીએ 2024 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેન્ડિસે ત્રણેય ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ ઈમર્જિંગ બેટ્સમેનને ICC દ્વારા એક મોટું બિરુદ આપવામાં આવ્યું છે.
2024 એક શાનદાર વર્ષ
ગયા વર્ષે શ્રીલંકા માટે કમિન્ડુ મેન્ડિસે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને બધા ફોર્મેટમાં 50થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. લેફ્ટ બોલરે 2024 પહેલા શ્રીલંકા માટે માત્ર 1 ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ વર્ષ 2024 માં, આ ખેલાડીએ બધા ફોર્મેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
મેન્ડિસ 2024 ના એવા બેટ્સમેનોમાંના એક હતા જેને તાજેતરમાં પૂરા થયેલા કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવ્યા. આ સિવાય મેન્ડિસે 5 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
આવું રહ્યું છે કરિયર
શ્રીલંકા માટે મેન્ડિસે 10 ટેસ્ટ મેચોમાં 74 ની એવરેજથી 1110 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 5 સદી સિવાય આ ખેલાડીએ 4 અડધી સદી પણ ફટકારી છે. 17 વનડે રમીને મેન્ડિસે 31.27 ની સરેરાશથી 344 રન બનાવ્યા છે. 23 T20 મેચોમાં આ ખેલાડીએ 19.05 ની સરેરાશથી 381 રન બનાવ્યા છે.
યશસ્વી અને રેડ્ડી રહી ગયા પાછળ
ICC એ યશસ્વી જયસ્વાલ અને નીતિશ રેડ્ડીને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ આપ્યો ન હતો. આ બે ખેલાડીઓ પણ આ ખિતાબના દાવેદાર હતા. યશસ્વીએ પણ 2024 માં શાનદાર પ્રદર્શન કર્યું અને બેવડી સદી સિવાય ઘણી સદીઓ ફટકારી. આ સિવાય નીતિશ કુમાર રેડ્ડીએ T20 ફોર્મેટમાં ભારત માટે શાનદાર બેટિંગ કરી હતી અને બાદમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાની બેટિંગ કુશળતા સાબિત કરી હતી. આ સિરીઝમાં તેને સદી પણ ફટકારી હતી.


