ભૂતપૂર્વ યુએસ પત્રકાર ટકર કાર્લસને સનસનાટીભર્યા દાવા કર્યા છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટી તંત્રે પુતિનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, ભૂતપૂર્વ અમેરિકન પત્રકાર ટકર કાર્લસને બિડેન વહીવટીતંત્ર પર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દાવાએ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, આ દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી અને ન તો બિડેન વહીવટીતંત્ર કે અન્ય કોઈ સત્તાવાર સ્ત્રોતે તેના પર પ્રતિક્રિયા આપી છે.
આરોપ પાછળની હકીકત શુ છે ?
ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ એન્કર અને અગ્રણી રૂઢિચુસ્ત ટકર કાર્લસને તેમના પોડકાસ્ટ “ધ ટકર કાર્લસન શો” દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે જો બિડેન વહીવટીતંત્રે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અસાધારણ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ટકર કાર્લસને આ આરોપ અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબી સાથે વાત કરતી વખતે લગાવ્યો હતો. કાર્લસને કહ્યું, “બાઇડન વહીવટીતંત્રે પુતિનને મારવાનો પ્રયાસ કર્યો. તે એક મુર્ખતાભર્યુ કામ હતું.” તેમણે ટોની બ્લિંકન ભૂતપૂર્વ યુએસ વિદેશ સચિવનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેઓ પણ આ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. તેઓએ ખરેખર યુદ્ધ શરૂ કર્યું છે. ટકરના મતે, બિડેન વહીવટીતંત્ર અરાજકતા દ્વારા પોતાના ઉદ્દેશ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ટકર કાર્લસનના આ આરોપ બાદ, બિડેન વહીવટીતંત્ર સામે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દાવાથી વૈશ્વિક રાજકારણમાં અમેરિકા-રશિયા સંબંધો પર કેવી અસર પડશે તે સમય જ બતાવશે.
ટકર કાર્લસનનો ઇતિહાસ શું છે?
ટકર કાર્લસન લાંબા સમયથી રૂઢિચુસ્ત રાજકારણનો એક અગ્રણી ચહેરો રહ્યા છે, અને તેમના ઘણા વિવાદાસ્પદ નિવેદનો અને આરોપો પહેલા પણ હેડલાઇન્સમાં ચમક્યા છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે અને ફોક્સ ન્યૂઝ છોડ્યા પછી પણ, તેઓ વિવિધ પ્લેટફોર્મ પર અમેરિકન રાજકારણ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે.
રશિયાએ જવાબ આપ્યો
કાર્લસનના દાવા બાદ, રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા વ્લાદિમીર પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. પેસ્કોવે વધુમાં જણાવ્યું હતું કે રશિયાની વિશેષ સેવાઓ સતર્ક છે અને રાષ્ટ્રપતિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં અમલમાં મૂકે છે.
યુક્રેન પર તેમનું વલણ
યુક્રેન અંગે ટકર કાર્લસન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ. તેઓ ઘણીવાર અમેરિકન રાજકીય સ્થાપના સાથે વિરોધાભાસી હોય છે. યુક્રેનને જુલમી ગણાવતા તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવી રહેલી લશ્કરી સહાય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેમના વલણની યુક્રેન તરફી દેશો અને નેતાઓ તરફથી આકરી ટીકા થઈ છે.


