કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની કથિત ભૂમિકાની તપાસ કરી રહેલા કેનેડિયન કમિશનના ૧૨૩ પાનાના અહેવાલમાં ૧૫ શબ્દો ભારત માટે ઉપયોગી થઈ શકે છે. આ 15 શબ્દોએ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના 18 મહિનાથી ચાલી રહેલા ભારત વિરોધી પ્રચારનો અંત લાવ્યો અને તેમના દાવાઓને તોડી પાડ્યા. ૧૫ શબ્દોનો આ અહેવાલ સ્પષ્ટપણે સાબિત કરે છે કે કેનેડિયન તપાસ પંચ પણ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા શોધી શક્યું નથી.
ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ
હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારત-કેનેડા સંબંધોમાં એક એવો મુદ્દો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા. જસ્ટિન ટ્રુડોએ આ મુદ્દે ખૂબ જ બેજવાબદાર વલણ અપનાવ્યું અને કેનેડિયન સંસદમાં ભારતીય ગુપ્તચર એજન્ટો પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. હવે તપાસ પંચના અહેવાલથી જાણવા મળે છે કે ટ્રુડોના આરોપો કેટલી હદે પાયાવિહોણા, અતાર્કિક અને ઉશ્કેરણીજનક હતા. ચોંકાવનારી વાત એ છે કે ટ્રુડોએ ભારત-કેનેડા સંબંધોને વિનાશની અણી પર ધકેલી દીધા, તેઓ સારી રીતે જાણતા હતા કે આ મામલે ભારત સરકારને સંડોવવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા નથી. તેમની પાસે કોઈ “વિશ્વસનીય પુરાવા” ન હોવા છતાં, તેઓ “વિશ્વસનીય પુરાવા” વિશે બડબડાટ કરતા રહ્યા.
અહેવાલ મુદ્દે સ્પષ્ટીકરણ
આ અહેવાલના પાના નંબર ૧૦૩ પર સ્પષ્ટપણે જણાવાયું છે કે, “તત્કાલ એવી અફવાઓ ફેલાઈ ગઈ કે નિજ્જરનું મૃત્યુ કોઈક રીતે ભારત સરકાર સાથે જોડાયેલું હતું, પરંતુ કેનેડિયન ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓનું પ્રારંભિક મૂલ્યાંકન એવું નહોતું. પ્રારંભિક મૂલ્યાંકન એવું હતું કે “એવું માનવામાં આવતું હતું કે આ હત્યા ગેંગ અથવા ગુનાહિત સંબંધી હતી, અને વડા પ્રધાનને તેના વિશે જાણ કરવામાં આવી હતી.” વધુમાં, અહેવાલમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કેવી રીતે “ખોટી માહિતી ઝુંબેશ”નો ઉપયોગ પ્રતિ-વ્યૂહરચના તરીકે કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે ભારતની કથિત સંડોવણી અંગે ટ્રુડોના નિવેદનો “રાજકીય મહત્વાકાંક્ષાઓ” દ્વારા પ્રેરિત હોઈ શકે છે.
સપ્ટેમ્બર 2023 માં, ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા પાસે વિશ્વસનીય પુરાવા છે કે જૂન 2023 માં બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટો સામેલ હતા. નિજ્જરની ૧૮ જૂન, ૨૦૨૩ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે, લગભગ 18 મહિના પછી, એ સાબિત થયું છે કે ટ્રુડો ફક્ત અલગતાવાદી શીખોના મત મેળવવા માટે ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા હતા.


