અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા બાદ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે વિવિધ ઉદ્યોગો પર વધુ ડ્યુટી લાદવાનું વચન પૂરું કર્યું છે. ટ્રમ્પ પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. આ ત્રણેય દેશો પર 1 ફેબ્રુઆરીથી ટેરિફ લાગુ થઈ ગઈ છે. જે ત્રણેય દેશો પર શનિવારથી લાગુ કરવામાં આવી છે. તેનાથી આ દેશો સાથેના વેપાર સંબંધોને અસર થઈ શકે છે
અમેરિકાએ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, આ સાથે જ ‘ટ્રેડ વોર’ શરૂ પણ થઈ ગઈ છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર 25 ટકા અને ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લાદી છે.
25 ટકા ટેરિફ લાદશે
ટ્રમ્પનું માનવું છે કે આનાથી અમેરિકા વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનશે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી મોંઘવારી અને વૈશ્વિક વેપારમાં અસ્થિરતા વધી શકે છે. ટ્રમ્પ પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સત્તા સંભાળ્યા બાદ તેઓ ચીનથી આવતા સામાન પર 10 ટકા અને કેનેડા-મેક્સિકોથી આવતા સામાન પર 25 ટકા ટેરિફ લાદશે.
ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે શું કહ્યું
ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે આજે મેં મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25% ટેરિફ (કેનેડિયન ઊર્જા પર 10%) અને ચીન પર વધારાની 10% ટેરિફ લગાવી છે. ગેરકાયદે વિદેશીઓ અને ઘાતક દવાઓના કારણે આપણા નાગરિકોના મૃત્યુનો મોટો ખતરો છે. આપણે અમેરિકનોને બચાવવાની જરૂર છે.
ગેરકાયદે વિદેશી ગેરરીતીઓ પર રોક
ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મારી ફરજ છે. મેં મારા ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે હું ગેરકાયદે વિદેશીઓ અને ડ્રગ્સને અમારી સરહદોમાં પ્રવેશતા અટકાવીશ. આને ધ્યાનમાં રાખીને, અમેરિકનોએ અમારી તરફેણમાં જબરજસ્ત મતદાન કર્યું.
કેનેડા અને મેક્સિકોએ વિરોધ કર્યો
કેનેડા અને મેક્સિકોએ ટ્રમ્પના આ પગલાનો વિરોધ કર્યો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ વળતી ટેરિફ પણ લાદી શકે છે. તે જ સમયે, મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. આ માટે અમારી પાસે એક પ્લાન પણ છે. જો કે, તેણે તે યોજનાનો ઉલ્લેખ કર્યો ન હતો. જો કે, આ ટેરિફના બદલામાં બંને દેશો શું જવાબી કાર્યવાહી કરશે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.


