ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ફિટ થઈ ગયો છે, તે ઈજાને કારણે પહેલી વનડે રમી શક્યો નહીં. પરંતુ હવે બેટિંગ કોચ સિતાંશુ કોટકે તેની ફિટનેસની પુષ્ટિ કરી છે.
ફિટ ન હોવાથી રમી શક્યો નહીં કોહલી
વિરાટ કોહલી અનફિટ હોવાને કારણે પહેલી વનડે મેચ રમી શક્યો ન હતો. તેને ઘૂંટણમાં દુખાવો હતો. પરંતુ હવે તે ફિટ છે. ટીમ ઈન્ડિયા માટે વિરાટ ફિટ રહે તે મહત્વપૂર્ણ હતું. કારણ કે આ સિરીઝ પછી ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો છે. વિરાટ આ મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમની સૌથી મહત્વપૂર્ણ કડી છે.
બારાબાતી સ્ટેડિયમમાં કોહલીએ કરી પ્રેક્ટિસ
શનિવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં વિરાટે ખૂબ પરસેવો પાડ્યો. પ્રેક્ટિસ દરમિયાન તેને ખૂબ જ મહેનત કરી. રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ લગભગ બધી પ્રેક્ટિસ ડ્રીલ્સનું પાલન કર્યું. વિરાટ કોહલીને ઘૂંટણમાં સમસ્યા હતી. આ કારણોસર તે નાગપુરમાં રમી શક્યો નહીં. જો કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે, તો એક ખેલાડીને બહાર જવું પડશે.
જયસ્વાલનું કપાઈ શકે છે પત્તું
યશસ્વી જયસ્વાલને બીજી વનડેમાંથી બહાર કરી શકાય છે. વિરાટની ગેરહાજરીમાં જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. તેને રોહિત શર્મા સાથે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. વિરાટ કોહલી ફિટ થયા પછી શુભમન ગિલ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે, જ્યારે કિંગ કોહલી તેના મનપસંદ સ્થાન નંબર 3 પર બેટિંગ કરી શકે છે.
બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.


