ભારત અને અમેરિકા વચ્ચે સરંક્ષણ ક્ષેત્રમાં મોટી સમજૂતીના અણસાર દેખાઇ રહ્યા છે. 12 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ફ્રાંસથી અમેરિકા જશે. અને અહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે વોશિંગટન ડીસીમાં મુલાકાત કરશે. આ બંને મહાનાયકોની મુલાકાત 13 ફેબ્રુઆરીના રોજ થશે. આ બંનેની મુલાકાત દરમિયાન રક્ષા સોદા પર મોહર લાગી શકે છે.
બંને દેશની સમજૂતીથી રશિયા પર શું અસર ?
બંને દેશના નેતાઓની મુલાકાત અગાઉ રક્ષા ડીલ મામલે વાતચીત શરુ થઇ ચુકી છે. ભારત અમેરિકા સાથે સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલના સહ-ઉત્પાદન અને ફાઇટર ડેટ એંજીનની ખરીદી અને સહ-ઉત્પાદન મામલે મોટી ડીલ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રંપ અને પીએમ નરેંદ્ર મોદીની મુલાકાત બાદ જો કોઇ રક્ષા ક્ષેત્રે મોટી ડીલ કરવામાં આવશે. તો તેના પર રશિયા ધ્યાન કેન્દ્રિત કરી બેઠું છે. કારણ કે ભારત સૌથી વધુ હથિયાર રશિયા પાસેથી ખરીદે છે. બંને દેશ વચ્ચે 10 વર્ષ કરતા જુના મજબૂત સંબંધ છે. કારણ કે ભારતીય સેનામાં જે હથિયાર ઉપયોગમાં લેવાય છે. તે તમામ રશિયાના જ હોય છે. ભારતનું મિગ-21, એસ-400 મિસાઇલ સિસ્ટમ આ બધુ ભારતે રશિયા પાસેથી ખરીદેલું છે. અને જો આવા સંજોગોમાં ભારત અમેરિકા પાસે પોતાના હથિયાર ખરીદવાની સંધિ સાઇન કરશે તો રશિયા નારાજગી દર્શાવશે. તો બીજી તરફ, ડોનાલ્ડ ટ્રંપ કારોબાર પસંદ નેતા છે. અને તેઓ ઇચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી વધુમાં વધુ હથિયારની ખરીદી કરે. ટ્રંપે જ્યારે મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ હથિયાર સંબંધી ડીલ અંગે પોતાની રૂચિ દર્શાવી હતી. અને આ સમજૂતિ બાદ અમેરિકા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે.
શું અમેરિકા સાથે ડીલ કરશે ભારત ?
સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલના સહ-નિર્માણ અંગે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલ અમેરિકન ડિફેન્સ કંપની જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ યુએસ આર્મીમાં પણ થાય છે. બંને દેશો ફાઇટર જેટ એન્જિનના સહ-ઉત્પાદન અંગે વર્ષ 2023 માં થયેલા સોદાને આગળ વધારવા પર પણ કામ કરી રહ્યા છે. આ ફાઇટર જેટ ભારતીય વાયુસેનાનું ગૌરવ વધારશે. સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારત અમેરિકા સાથે જે વ્યવહાર કરવા માંગે છે તેના પર ઝડપથી કામ કરી રહ્યું છે. સંજીવ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, સંજીવ કુમારે આનાથી વધુ કંઈ જાહેર કર્યું નહીં.


