ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ટોરેન્ટ ગ્રુપે IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સમાં 67 ટકા હિસ્સો ખરીદ્યો છે.
આ કંટ્રોલિંગ ઈક્વિટી ટોરેન્ટની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (TIPL) દ્વારા ખરીદવામાં આવી છે. તે ઈરેલિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ પાસેથી હસ્તગત કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ આ ડિલ 7800 કરોડ રૂપિયામાં થઈ છે.
નવા રસ્તા ખોલવા માટે ઉત્સાહિત છીએ
ઈરેલિયા આમાં 33 ટકા હિસ્સો જાળવી રાખશે. ટોરેન્ટ ગ્રુપના ડાયરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું હતું કે અમને ગુજરાત ટાઈટન્સ અને તેના લાખો ઉત્સાહી ફેન્સનું ટોરેન્ટ ગ્રુપમાં સ્વાગત કરતા ગર્વ થાય છે. ભારતમાં રમતગમતની પોપ્યુલારિટી વધી રહી છે. ગુજરાત ટાઈટન્સમાં બહુમતી હિસ્સો મેળવીને, અમે ફેન્સના અનુભવને વધારવા અને આગામી વર્ષોમાં વૃદ્ધિ માટે નવા રસ્તા ખોલવા માટે ઉત્સાહિત છીએ.
આ છે માર્કેટ કેપ
ટોરેન્ટ ગ્રુપની વાર્ષિક આવક રૂ. 41,000 કરોડ છે. તેનું કુલ માર્કેટ કેપ લગભગ 2 લાખ કરોડ રૂપિયા છે. આ જૂથ ફાર્માસ્યુટિકલ્સ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ અને સિટી ગેસ વિતરણ (CGD) જેવા ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. આ સિવાય ટોરેન્ટ ગ્રુપ આગામી સમયમાં ઈલેક્ટ્રિકલ્સ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં પણ પ્રવેશવાની યોજના બનાવી રહ્યું છે.
આ તારીખથી શરૂ થશે આઈપીએલ
આઈપીએલની 18મી સીઝન 21 માર્ચથી 25 મે દરમિયાન રમાશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ શકે છે. તેનું સંપૂર્ણ શેડ્યૂલ આવતા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. 2008 માં શરૂ થયેલી આ લીગ દર વર્ષે એક નવો રેકોર્ડ બનાવે છે. આ લીગની આગામી સીઝન, જે લગભગ 2 મહિના સુધી ચાલશે, 21 માર્ચથી 25 મે સુધી રમાશે. આઈપીએલની પહેલી મેચ 21 માર્ચે રમાશે.


