રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્પિનર શ્રેયંકા પાટિલ ચાલુ મહિલા પ્રીમિયર લીગ (WPL) સીઝનમાંથી બહાર થઈ ગઈ છે. ઈજાને કારણે તેને આ ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. સ્નેહ રાણા તેમના સ્થાને ટીમમાં જોડાઈ છે.
ભારતની સૌથી અનુભવી સ્પિનરોમાંની એક સ્નેહ રાણાને ગયા વર્ષે WPL ઓક્શનમાં કોઈ ટીમે ટીમમાં સામેલ કરી ન હતી. તેની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી. પરંતુ શ્રેયંકા પાટિલની ઈજા બાદ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે સ્નેહ રાણાના અનુભવ પર વિશ્વાસ રાખીને તેને સાઈન કરી છે.
ટીમ માટે મોટો ઝટકો
શ્રેયંકા પાટિલના બહાર થયા બાદ RCB માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે. તેને 15 મેચોમાં 18.36 ની એવરેજ અને 12.94 ના સ્ટ્રાઈક રેટથી 19 વિકેટ લીધી છે. RCB એ ગયા વખતે WPL ટાઈટલ જીત્યું હતું અને આ વખતે તેમનો ઉદ્દેશ્ય સતત બીજી વખત ટાઈટલ જીતવાનો છે.
શ્રેયંકા પાટીલે ભારત માટે ત્રણ ODI અને 16 T20I પણ રમી છે, જેમાં તેને 27.00 ની એવરેજથી 5 વિકેટ અને 19.20 ની એવરેજથી 20 વિકેટ લીધી છે. તે નીચલા ક્રમની ઉપયોગી બેટ્સમેન પણ છે.
સ્નેહ રાણાએ 2014 માં કર્યું હતું ડેબ્યૂ
સ્નેહ 2014 માં તેના ડેબ્યૂથી તમામ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેને ચાર ટેસ્ટ, 27 વનડે અને 25 T20 મેચ રમી છે, જેમાં 20.95ની એવરેજથી 23 વિકેટ, 34.44 ની એવરેજથી 29 વિકેટ અને 21.75 ની એવરેજથી 24 વિકેટ લીધી છે. તેણે બે અડધી સદી પણ ફટકારી છે. તે નીચલા ક્રમમાં સારી બેટિંગ કરી શકે છે.
આરસીબીએ જીત સાથે કરી શરૂઆત
શુક્રવારે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ સામેની શાનદાર જીત સાથે RCB એ WPL 2025 ના તેમના અભિયાનની શરૂઆત કરી. એશલે ગાર્ડનરના 37 બોલમાં 79* રન અને બેથ મૂની (42 બોલમાં 56)ની અડધી સદી બાદ ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવ્યા. આરસીબીએ રાઘવી બિષ્ટ (27 બોલમાં 25 રન, 3 ચોગ્ગાની મદદથી) અને એલિસ પેરી (34 બોલમાં 57 રન, 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી) ની ઈનિંગ્સની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું.


