ભારતના વધુ એક દુશ્મનનો અંત આવ્યો હોવાના સમાચાર વાયુ વેગે વહેતા થયા છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના સાળા મૌલાના કાશિફ અલીનું મોત થયુ છે. લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી અને રાજકીય વડા મૌલાના કાશિફ અલીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબી જિલ્લામાં કાશિફ અલીની તેમના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી.
મૌલાના કાશિફ અલીની હત્યા
પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ હાલમાં ભયના છાયા હેઠળ જીવી રહ્યા છે. આતંકવાદીઓ માટે એક મોટું હોટસ્પોટ એવા પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભયના છાયામાં કેમ રહેવાની ફરજ પાડવામાં આવે છે? આ પાછળનું કારણ અજાણ્યા હુમલાખોરો છે, જેઓ છેલ્લા અઢી વર્ષથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. સમયાંતરે, આ અજાણ્યા હુમલાખોરો પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓને મારી રહ્યા છે. આ કારણે, પાકિસ્તાનમાં રહેતા આ આતંકવાદીઓ ખૂબ ડરેલા છે. એક સમય હતો જ્યારે પાકિસ્તાનમાં રહેતા આ આતંકવાદીઓ રેલીઓ કાઢવામાં અને ભારતને ધમકી આપવામાં શરમાતા નહોતા. હવે પરિસ્થિતિ એવી છે કે આ આતંકવાદીઓ પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે છે. હવે પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. અમે લશ્કર-એ-તૈયબાના ખૂંખાર આતંકવાદી મૌલાના કાશિફ અલી વિશે વાત કરી રહ્યા છીએ.
લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી અને રાજકીય વડા મૌલાના કાશિફ અલીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબી જિલ્લામાં કાશિફ અલીની તેમના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી. કાશિફ અલી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ રાજકીય પક્ષના નેતા પણ હતા. આ પાર્ટીના લશ્કર-એ-તૈયબા સાથે સીધા સંબંધો હતા. મળતી માહિતી મુજબ, કેટલાક અજાણ્યા હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને કાશિફ અલીને તેમના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. આ પછી અજાણ્યા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.
કાશિફ અલી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનો સાળો હતો
કાશિફ અલી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો હતો. આ બાજુ, કાશિફની હત્યાથી પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓમાં પણ આશ્ચર્યનું વાતાવરણ સર્જાયું છે. આતંકવાદી સંગઠને દેશની સરકારને આ અજાણ્યા હુમલાખોરોની ધરપકડ કરવાની માંગ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ કાશિફ અલીને તેના ઘરના દરવાજા પર ગોળી મારી હતી. આ ઘટના બાદ, વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને પાકિસ્તાનના કેટલાક સ્થાનિક સ્થળોએ આ હત્યાને લઈને ગુસ્સો જોવા મળ્યો હતો. જોકે, પોલીસ હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ સુરાગ મેળવી શકી નથી.
સરકાર આ મામલે જ્યારે પુષ્ટી કરશે ત્યારે આ સમાચાર પર મોહર લાગશે.


