By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sports: ભારતીય બોલર્સ ઉપર નજર રહેશે,પાકિસ્તાનની બેટિંગ નબળી,ન્યૂઝીલેન્ડથી સાવચેત રહેવું પડશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Sports: ભારતીય બોલર્સ ઉપર નજર રહેશે,પાકિસ્તાનની બેટિંગ નબળી,ન્યૂઝીલેન્ડથી સાવચેત રહેવું પડશે

Last updated: 2025/02/18 at 12:26 AM
1 year ago
Share
Sports: ભારતીય બોલર્સ ઉપર નજર રહેશે,પાકિસ્તાનની બેટિંગ નબળી,ન્યૂઝીલેન્ડથી સાવચેત રહેવું પડશે
SHARE

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. આઇસીસી ઇવેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઇમાં રમાશે.

સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પોતાની તમામ મેચો દુબઇમાં રમશે. ભારત જો ફાઇનલ માટે ક્વોલિફાય થાય અને પાકિસ્તાન પણ તેની સામે હશે તો પણ ટાઇટલ મુકાબલા લાહોર કે રાવલપિંડીમાં નહીં પરંતુ દુબઇમાં જ રમાશે. 50 ઓવર્સની વ્હાઇટબોલ ફોર્મેટમાં આઠ ટીમ ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે. આઈસીસી વન-ડે રેન્કિંગમાં કટઆઉટ ટાઇમ વખતે જે ટોપની આઠ ટીમો હતી તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની તક મળી છે. વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા ક્વોલિફાય થઇ નથી. ગ્રૂપ-એમાં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે.

ભારતે 29માંથી 18 મેચ જીતી છે

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ઓવરઓલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે અને બે વખત ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમ અન્ય ટીમો કરતાં વધારે બેલેન્સવાળી જણાય છે અને તે ત્રીજી વખત ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. 23મી ફેબ્રુઆરીએ દુબઇમાં ભારત અને પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. સિનિયર બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે આ ઇવેન્ટમાં રમી શકે તેમ નથી. તેની ગેરહાજરીમાં મોહમ્મદ શમી નવા બોલનું આક્રમણ સંભાળશે. ભારતે છેલ્લે 2013માં ધોનીના નેતૃત્વમાં ટાઇટલ જીત્યું હતું અને વરસાદના કારણે 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા બન્યું હતું.

ભારતનું મજબૂત પાસું

બેટિંગ અને સ્પિન બોલિંગના આધારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની સાથે ટ્રોફી જીતવા માટેની દાવેદાર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતે પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડને 3-0થી હરાવીને પોતાની તૈયારીઓનો સંકેત આપી દીધો હતો. સુકાની રોહિતે સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો. કોહલી પણ પોતાના જૂના ટચ અને આત્મવિશ્વાસમાં જણાતો હતો. યુવા બેટ્સમેન શુભમન ગિલ ફોર્મમાં છે. હાર્દિક પંડયા અને શ્રોયસ ઐયર મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવી રહ્યા છે. સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા. અક્ષર પટેલ તથા કુલદીપ યાદવની સાથે વરુણ ચક્રવર્તી ઘાતક બનાવી રહ્યા છે.

 ભારતનું નબળું પાસું

પેસ બોલર બુમરાહની ગેરહાજરી ભારતને મોટો ફટકો પહોંચાડશે. છેલ્લા કેટલાક સમયથી બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ભારતનો સૌથી મોટો મેચવિનર સાબિત થયો છે. શમી ટીમનો સૌથી વધારે અનુભવી બોલર રહેશે. લાંબા સમય બાદ તે ક્રિકેટમાં પાછો ફર્યો હોવાના કારણે તેના ફોર્મ અંગે અનિશ્ચિતતા છવાયેલી રહેશે.

સૌથી મોટું જોખમ : ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપને બાદ કરતાં ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં આઇસીસી ઇવેન્ટની ફાઇનલમાં વિખેરાઇ જાય છે. ભૂતકાળના આંકડાને ધ્યાનમાં રાખીને ભારતે સાવચેતી રાખવી પડશે.

પાકિસ્તાનનું સકારાત્મક પાસું

યજમાન પાકિસ્તાન પાસે સ્ફોટક બેટ્સમેનો છે અને તેઓ પોતાના દિવસે વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. ફખર ઝમાને 2017ની ફાઇનલમાં ભારતને પરેશાન કર્યું હતું. તે બાબર કરતાં વધારે જોખમી બની શકે છે. સુકાની મોહમ્મદ રિઝવાન અને ફિનિશર સલમાન અલી આગા શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાનને પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો થશે. યજમાન ટીમ પાસે ઘાતક પેસ બોલિંગ આક્રમણ છે પરંતુ કરાચી અને રાવલપિંડીની પિચો ઉપરથી મદદ મળવી પણ જરૂરી છે. પેસ બોલિંગની ત્રિપુટી શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ તથા હેરિસ રઉફ ઉપર ટીમની સફળતાનો મદાર રહેશે.

પાકિસ્તાનનો નેગેટિવ પોઇન્ટ

સેમ અયૂબની અકાળે થયેલી ઇજાએ પાકિસ્તાનની ઓપનિંગને નબળી પાડી દીધી છે. બાબર આઝમના ફોર્મ અંગે પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. કામરાન ગુલામ, ખુશદીલ શાહ તથા તૈયબ તાહિરે તેમને મળતી તકનો ફાયદો ઉઠાવવો પડશે. ખુશદીલ અને ફહીમ અશરફ પાકિસ્તાન ટીમની સૌથી નબળી કડી છે.

સૌથી મોટું જોખમ : અબરાર એહમદના સ્વરૂપે ટીમમાં એકમાત્ર નિષ્ણાત સ્પિનર છે જે જોખમી બની શકે છે. ઓલરાઉન્ડર ફહીમ અશરફની બેટિંગ સરેરાશ કે બોલિંગનો ઇકોનોમી રેટ આત્મવિશ્વાસ વધારતો નથી.

ન્યૂઝીલેન્ડનું સકારાત્મક પાસું

ન્યૂઝીલેન્ડની ટીમ પાસે ડેવોન કોનવે તથા ટોમ લાથામના સ્વરૂપે બે વિશ્વાસપાત્ર બેટ્સમેનો છે. કેન વિલિયમ્સન પણ આધારસ્તંભ બની શકે છે. મધ્યમ ક્રમમાં ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ મેચ વિનર સાબિત થઇ શકે છે. ત્રિકોણીય શ્રોણીની ફાઇનલમાં તેમણે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટોચની ચાર પ્રબળ દાવેદાર ટીમોમાંની એક છે. તેની પાસે મિચેલ સાન્તેનરના સ્વરૂપે કુશળ સુકાની છે. ઘણા બધા ખેલાડીઓને વિશ્વની અલગ અલગ લીગમાં રમવાનો અનુભવ છે જે તેમને 50 ઓવરની ફોર્મેટમાં ઉપયોગી સાબિત થશે. ઉપખંડની પિચથી તેઓ માહિતગાર પણ છે. બેટિંગ સૌથી મજબૂત પાસું છે.

કિવિ ટીમની નેગેટિવ સાઇડ

લાંબા સમય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ બે સિનિયર બોલર ટિમ સાઉથી અને ટ્રેન્ટ બાઉલ્ટ વિના કોઇ આઇસીસી ઇવેન્ટમાં રમતા જોવા મળશે. ઉપખંડ અને દુબઇની પિચો ઉપર બોલિંગ કરવાની કુશળતા અન્ય દેશો કરતાં અલગ સાબિત થશે. વિલિયમ્સન સ્ટ્રાઇક રોટેટ કરી શકે છે પરંતુ તે સ્ટ્રાઇકિંગ રેટ વન-ડેમાં સામાન્ય રહેતો હોય છે.

સૌથી મોટું જોખમ : મિડલ ઓવર્સમાં ન્યૂઝીલેન્ડ હરીફ સ્પિનર્સને કેવું રમે છે તે રસપ્રદ બનશે. ભારતમાં ટેસ્ટ મેચો દરમિયાન વિલ યંગ સ્પિનર્સને ઘણું સારું રમ્યો હતો. એશિયન સ્પિનર્સને રમવા માટે કુશળતાની જરૂર રહેશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
રાજકોટ

જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી

Editor By Editor 4 days ago
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?