સેલ્ટિક સામે છેલ્લી મિનિટોમાં નોંધાયેલા ગોલની મદદથી બાયર્ન મ્યૂનિચે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના અંતિમ-16માં સ્થાન નિશ્ચીત કર્યું હતું.
તે હવે ક્લબ બ્રૂગે અને બેનફિકા સાથે નોકઆઉટ તબક્કામાં પહોંચી ગઇ છે. બીજી તરફ એસી મિલાનના અભિયાનનો અંત આવ્યો હતો. ફેયેનૂર્ડ સામે એસી મિલાનનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. મિલાન માટે સાન્ટેગો ગિમેનેઝે પહેલી મિનિટે તથા જુલિયન કારેન્ઝાએ 73મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.
બંને ટીમના એક-એક ખેલાડી થિઓ હર્નાન્ડેઝને તથા ગિવારિયા રિડને રેડ કાર્ડ આપવામાં આવ્યા હતા. સેલ્ટિક માટે નિકોલસ ગેરિય કુહનેએ 63મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. અલફાન્સો ડાવિસે મેચના અંત ભાગમાં 94મી મિનિટે ગોલ કરીને મ્યૂનિચ માટે મુકાબલો ડ્રો થાય તે સુનિશ્ચીત કર્યું હતું.
બાયર્ન મ્યૂનિચે એગ્રિગેટ 3-2ના સ્કોરથી વિજય મેળવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. બેનફિકા અને મોનાકો વચ્ચેની મેચ 3-3ના સ્કોરથી ડ્રો રહી હતી. આ મેચમાં બેનફિકા માટે મુહમ્મદ કરીમે 22મી, વેંગલિસ પાવિલ્ડિસે 76મી તથા ઓર્કુન કોકૂએ 84મી મિનિટે ગોલ કર્યા હતા. મોનાકો માટે તાકુમી મિનામિનોએ 32મી, ઇલિસ બેન સુગીરે 51મી તથા જ્યોર્જે 81મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. ક્લબ બ્રૂગેએ એટલાન્ટા એફસીને 2-1થી હરાવી હતી. આ મેચમાં બ્રૂગે માટે ફેરાને 15મી તથા ગુસ્ટાફ નિલસને 94મી મિનિટે ગોલ કર્યા હતા. મારિયો પાસાલિસે 41મી મિનિટે એટલાન્ટા માટે એકમાત્ર ગોલ કર્યો હતો.


