અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ કાર્યાલયમાં ઉપયોગમાં લેવાતા 145 વર્ષ જૂના રેસોલ્યૂટ ડેસ્કને હંગામી ધોરણે દૂર કરીને તેના સ્થાને સી એન્ડ ઓ ડેસ્ક લગાવવા નિર્ણય લીધો છે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું છે કે રેસોલ્યૂટ ડેસ્ક સમારકામ અને પુનઃનિર્માણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે ડેસ્કમાં ફેરફાર કરવા લીધેલા નિર્ણયના થોડા દિવસ પહેલાં એલન મસ્ક પોતાના એક નાનકડા પુત્ર સાથે ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. 11 ફેબ્રુઆરીના રોજ આયોજિત પત્રકાર પરિષદ વખતે મસ્કના પુત્રનો એક વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મસ્કનો પુત્રે નાકમાં આગળી નાખ્યા પછી ડેસ્ક તેની આંગળી લૂછી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટના ચર્ચામાં આવી ગઈ હતી. એલન મસ્કના ચાર વર્ષના પુત્ર એક્સે પહેલા નાકમાં આંગળી નાખીને તે પછી ડેસ્ક પર આંગળી લૂછી દીધી હતી.
આ હંગામી નિર્ણય : ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે,’ચૂંટાયેલા નવા પ્રમુખને સાત ડેસ્ક પૈકી એક ડેસ્ક પર પસંદગી ઉતારવાનો અધિકાર હોય છે. રેસોલ્યૂટ ડેસ્કને સાધારણ સમારકામની જરૂર છે. તેથી હંગામી ધોરણે સી એન્ડ ઓ ડેસ્ક લગાવવામાં આવ્યું છે. જ્યોર્જ એચ.ડબ્લ્યૂ બુશ સહિતના પ્રમુખ તે ડેસ્કનો ઉપયોગ કરી ચૂક્યા છે.’ રેસોલ્યૂટ ડેસ્કની વાત કરવામાં આવે તો 1980માં મહારાણી વિક્ટોરિયાએ તે ડેસ્ક અમેરિકાને ભેટમાં આપ્યું હતું. બ્રિટિશ જહાજ એચએમએસ રેસોલ્યૂટના લાકડામાંથી તે ડેસ્ક તૈયાર થયું હતું.


