પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીનું બેટ ચમક્યું. તેને 111 બોલમાં સદી ફટકારી હતી. લાંબા સમયથી ફોર્મમાં ન રહેલા કોહલીની આ ઈનિંગ તેને ટુર્નામેન્ટમાં માનસિક રીતે વધુ મજબૂત બનાવશે.
આ ટીમ ઈન્ડિયા માટે પણ સારા સમાચાર છે. જ્યારે કોહલી બેટિંગ કરતા પહેલા ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે પણ તેને કંઈક એવું કર્યું જેની ઈન્ટરનેટ પર ચર્ચા થવા લાગી. તેને વિરોધી ટીમના ખેલાડી નસીમ શાહના શૂઝની દોરી બાંધી દીધી.
ફેન્સે કર્યા વખાણ
જ્યારે નસીમ શાહ બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે તેને વિરાટ કોહલી પાસે મદદ માંગી. નસીમ શાહે તેના શૂઝની દોરી ટાઈટ કરવા કહ્યું. પેડ્સ પહેર્યા હોવાથી, બેટ્સમેન માટે તેના શૂઝ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે, તેથી તે પોતે તે કરી શકતો નથી. કોહલીએ તેને મદદ કરી, આનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો. જે બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને જોરદાર પ્રતિક્રિયાઓ આવી હતી. ફેન્સે કોહલીના ક્રિકેટની ભાવના દર્શાવવા બદલ પ્રશંસા કરી.
241 રનમાં ઓલઆઉટ થયું પાકિસ્તાન
પાકિસ્તાને ટોસ જીતી લીધો, પણ તેઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. આખી ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 62 રનસઉદ શકીલે બનાવ્યા. મોહમ્મદ રિઝવાને 46 રનની ઈનિંગ રમી.
ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી. તેને પહેલા બાબર આઝમ અને પછી સઈદ શકીલને પોતાનો શિકાર બનાવ્યા.
ભારત-પાકિસ્તાન મેચ કેવી રહી?
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતીય બેટ્સમેનોએ માત્ર 42.3 ઓવરમાં 244 રન બનાવીને મેચ 6 વિકેટથી જીતી લીધી. વિરાટ કોહલી જીતનો હીરો હતો. વિરાટ કોહલી 111 બોલમાં 100 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. શ્રેયસ ઐયરે 67 બોલમાં 56 રન બનાવ્યા. રોહિત શર્માએ 15 બોલમાં 20 રન બનાવ્યા. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને આ મેચ જીતી અપાવી.


