ચીનના દક્ષિણ ભાગમાં એક નદીમાં જહાજ અને બોટ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જહાજમાંથી તેલ લીકેજથી જળચર જીવો માટે જોખમ વધી ગયું છે. ઓઇલ સ્પીલને સાફ કરવા માટે વપરાતું જહાજ કથિત રીતે એક નાની હોડી સાથે અથડાયું હતું, જેમાં 11 લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ગુમ થયા હતા. જેમની શોધ ચાલી રહી છે. સરકારી મીડિયા વિભાગે શુક્રવારે રાત્રે આ જાણકારી આપી હતી.
હુનાન પ્રાંતની યુઆનશુઈ નદીમાં અકસ્માત
ચીનની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે સવારે હુનાન પ્રાંતની યુઆનશુઈ નદીમાં અકસ્માત દરમિયાન 19 લોકો પાણીમાં પડી ગયા હતા, જેમાંથી ત્રણને તે જ દિવસે બચાવી લેવામાં આવ્યા હતા. આ અકસ્માત એવા સ્થળે થયો હતો જ્યાં નદી સરેરાશ 60 મીટર (200 ફૂટ) કરતાં વધુ ઊંડી અને 500 મીટર (1,600 ફૂટ) પહોળી છે. અકસ્માત બાદ ડૂબેલાલોકોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
જહાજમાં સવાર 3 લોકોની તપાસ થશે
અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિના સંબંધીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે બોટ તેમના ગામમાં પરિવહનનું મુખ્ય સાધન હતું. એક અહેવાલ દ્વારા મેળવવામાં આવેલ એક વિડિયોમાં એક વિશાળ ઓઈલ સ્પીલ ક્લીન-અપ જહાજ શાંત પાણીમાં બોટને પાછળથી અથડાતું જોવા મળે છે. ચીનની સમાચાર એજન્સીએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે જહાજમાં સવાર ત્રણ લોકો પોલીસ તપાસ હેઠળ છે અને તેમાંથી કોઈને ઈજા થઈ નથી.


