ચેમ્પિયન્સ ટ્રોફીનો પહેલો સેમીફાઈનલનો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. આ સિવાય બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રોહિતની સેના 19 નવેમ્બરનો બદલો લેવા માટે આ મેચમાં ઉતરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023ના વર્લ્ડકપની ફાઈનલ મેચ પછી કોઈ ODI મેચ રમાઈ નથી. હાલમાં ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા વરસાદને કારણે તેની છેલ્લી બે મેચ પૂર્ણ કરી શક્યું નહીં, જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી મેચ જીત્યું છે.


