આજે દુબઈમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું અને જીત મેળવી છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો રહ્યો છે.
ભારતે દુબઈમાં ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાવી
ભારતીય ટીમે દુબઈમાં ચોથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય ઘણી હદ સુધી સારો સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ટીમ બની છે. આમ છતાં, તે 265 રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગઈ છે. ભારત હવે દુબઈના મેદાન પર 250થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર ટીમને આપ્યા અભિનંદન
ભારતીય ટીમની જીતની ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ ભારતીય ટીમને કહ્યું ‘અભિનંદન’
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ટીમને આપ્યા અભિનંદન
સતત ત્રીજી ફાઈનલ રમશે ભારત
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017 માં પણ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાન સામે 180 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.


