ઓસ્ટ્રેલિયાની ODI ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામેની હાર બાદ મોટો નિર્ણય લીધો છે અને ODI ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જોકે, સ્મિથ ટેસ્ટ અને T-20 ફોર્મેટ માટે ટીમ માટે ઉપલબ્ધ રહેશે. સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારત સામે પોતાની ટીમ માટે સૌથી વધુ 73 રનની ઈનિંગ્સ રમી હતી.
આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. સ્મિથે આ મેચ બાદ ODIમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ ટીમ ઈન્ડિયા સામે રમી હતી.
સ્મિથનો ODI રેકોર્ડ આવો છે
સ્મિથ ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. 2010માં વેસ્ટ ઈન્ડિઝ સામે લેગ-સ્પિન ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કર્યું ત્યારથી, સ્મિથે 170 ODI મેચ રમી છે અને 43.28ની એવરેજથી 5800 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 35 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે આ ફોર્મેટમાં 34.67ની એવરેજથી 28 વિકેટ પણ લીધી છે.
સ્ટીવ સ્મિથે શાનદાર ODI કારકિર્દી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 170 મેચમાં 5800 રન બનાવ્યા છે. સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 164 રન છે. સ્મિથે ઘણા મોટા પ્રસંગોએ ઓસ્ટ્રેલિયા માટે ચમત્કાર રચ્યા છે. તેણે ભારત સામે પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તેણે ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
સ્ટીવ સ્મિથે નિવૃત્તિ પર શું કહ્યું?
સ્મિથે નિવૃત્તિ બાદ કહ્યું, મારા માટે દરેક ક્ષણ મહત્વપૂર્ણ રહી છે. તે એક અદ્ભુત પ્રવાસ હતો. મેં મારી કારકિર્દી દરમિયાન ઘણી સારી યાદો એકઠી કરી છે. બે વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અનુભવ હતો. હવે અન્ય ખેલાડીઓ માટે ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી કરવાની સારી તક છે.
સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની કારમી હાર –
ઓસ્ટ્રેલિયાની હાર બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું. પરંતુ તેને અહીં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં સ્ટીવ સ્મિથે 73 રનની ઇનિંગ રમી હતી.


