પિઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ અને બીજુ ઘણુ બધુ આપણે મોજથી ખાઇએ છીએ. અત્યારે લોકોમાં ફાસ્ટફૂડ ખાવાનો ક્રેઝ જબરદસ્ત વધ્યો છે. જ્યાં જુઓ ત્યાં પિઝા અનલિમિટેડના આઉટલેટ ખૂલી ગયા છે. જો કે અહીં જનારા લોકોની સંખ્યા પણ એટલી જ વધી છે. ત્યારે તમે જે ફૂડ અહીં હોંશે હોંશે અને ટેસથી ખાઓ છો તેવા ખોરાકને બ્રિટનમાં સૌથી વાહિયાત ખોરાક ગણાવ્યો છે.
બ્રિટનમાં સૌથી ખરાબ કયો ?
ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તેના વિકાસમાં મદદ મળે છે, પરંતુ બ્રિટનમાં 20 એવા ખોરાક છે, જે ખાધા પછી તરત જ ત્યાંના લોકોમાં પેટ ખરાબ થવા લાગે છે. તાજેતરના એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે બાદ, આ 20 ખોરાકને બ્રિટનમાં સૌથી ખરાબ ખોરાક કહેવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ એ ખોરાક છે જેને ભારતમાં લોકો મનમૂકીને આરોગે છે.
એક રિપોર્ટ અનુસાર આ રાષ્ટ્રીય સ્તરના સર્વેમાં સમાવિષ્ટ 46 ટકા લોકોએ જણાવ્યું કે પિઝા ખાધા પછી તરત જ તેમનું પેટ ખરાબ થઈ જાય છે. આ લોકોએ પિઝાને સૌથી ખરાબ ખોરાક ગણાવ્યો છે. બીજા સ્થાને ફિશ એન્ડ ચિપ્સ છે.42 ટકા લોકોએ કહ્યું કે માછલી અને ચિપ્સ ખાધા પછી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
2000 લોકો પર સર્વે કરવામાં આવ્યો
ગાર્ડન ઓફ લાઈફના ઈનોવેશન મેનેજર જો કૂપર કહે છે કે આ સર્વે બ્રિટનના 2000 લોકો પર કરવામાં આવ્યો છે. અમારો ઉદ્દેશ્ય લોકોને યોગ્ય ખાવા-પીવા વિશે માહિતી આપવાનો છે. તેમનું કહેવુ છે કે લોકો ભોજન કરતી વખતે સ્વાસ્થ્યને બદલે મૂડ શું છે તે જોઇને ખાવાનું પસંદ કરે છે. જેની અસર તેમના શરૂર પર પડે છે. સરવેમાં સામેલ 50 લોકોનું કહેવુ છે કે તેઓ જ્યારે સેડ ફીલ કરે ત્યારે ખાવાનું પસંદ કરે છે.
સૌથી ખરાબ ભોજન કયુ ?
46% લોકોએ કહ્યું કે પિઝાનો સ્વાદ સારો લાગે છે પણ તે ખાધા પછી તણાવ વધારે છે. 42 ટકા લોકોએ કહ્યું કે માછલી અને ચિપ્સ ખરાબ છે જ્યારે 32 ટકા લોકોએ કહ્યું કે બર્ગર અને ચિપ્સ ખરાબ છે. 29 ટકા લોકોએ કહ્યું કે યોર્કશાયર રોસ્ટ ખરાબ ગણાવ્યું હતું. 25 ટકા લોકોએ કહ્યું કે તળેલું ચિકન ખાવું એ સૌથી ખરાબ બાબત ગણાવી.
લોકો સ્ટીક અને ચિપ્સથી પણ ખુશ ન હતા. 22 ટકા લોકોએ કહ્યું કે ચીઝ કેક જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે કબાબ નબળી સૌથી ખરાબ છે. રસપ્રદ વાત એ છે કે લોકો આ બધા ખોરાકનો ઉપયોગ તેમના રોજિંદા આહારમાં કરે છે.


