હાલ વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝન ભારતમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ શિખરે છે. આ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બે ટીમો સાથે ત્રિકોણીય શ્રેણી રમતી જોવા મળશે. આ અંગે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ ટ્રાઇ સિરીઝના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ મહિલા ખેલાડીઓને ODI વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓને મજબૂત કરવાની તક આપશે, કારણ કે આ ત્રિકોણીય શ્રેણી બાદ મહિલા ODI વર્લ્ડ કપ રમાશે.
ટ્રાઇ સિરીઝમાં 7 મેચ રમાશે
ત્રિકોણીય શ્રેણીમાં કુલ 7 મેચ રમાશે. ત્રિકોણીય શ્રેણી 27મી એપ્રિલથી શરૂ થશે, જ્યારે તેની અંતિમ મેચ 11મી મેના રોજ રમાશે. આ ત્રિકોણીય શ્રેણી ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે. આ શ્રેણીમાં કુલ સાત મેચ રમાશે. દરેક ટીમને 2-2 મેચ રમવાની તક મળશે અને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ મેચ ટોપ-2 ટીમો વચ્ચે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ આર પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ બીજી ટીમ સાથે બે વખત રમશે. જેના કારણે દરેક ટીમ ચાર મેચ રમશે. આ પછી પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે
ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે
ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે. આ દિવસોમાં ભારતીય મહિલા ક્રિકેટરો WPL 2025માં રમી રહી છે તો બીજી તરફ શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે શ્રેણી રમી રહી છે.
WPLમાં રમી રહેલી ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ
ભારતીય મહિલા ટીમની મોટાભાગની ખેલાડીઓ હાલમાં WPL 2025માં ભાગ લઈ રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની કેટલીક ખેલાડીઓ પણ WPLમાં રમી રહી છે. બીજી તરફ શ્રીલંકાની મહિલા ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમી રહી છે. ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેનારી ત્રણ ટીમોમાં ભારત સર્વોચ્ચ રેન્કિંગ ધરાવે છે. ભારતીય મહિલા ટીમ હાલમાં ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને અને શ્રીલંકાની ટીમ સાતમા સ્થાને છે.


