ભારતીય ક્રિકેટ ટીમના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા પણ તેણે ઘણી વખત ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. હવે શ્રેયસ ઐયરને મોટા સમાચાર મળવાના છે. BCCI ટૂંક સમયમાં ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન આપી શકે છે. ઐય્યર ઉપરાંત, BCCI અક્ષર પટેલ, કેએલ રાહુલ અને ઋષભ પંતને પણ કરારમાં પ્રમોટ કરી શકે છે
BCCI ટૂંક સમયમાં કરશે જાહેરાત
તમને જણાવી દઈએ કે બોર્ડે ગયા વર્ષે અય્યરને કરારમાંથી દૂર કર્યા હતા. પરંતુ હવે તે સતત રમી રહ્યો છે અને સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે. એક સમાચાર મુજબ, ઐયરનો કરાર હવે પાછો આવી શકે છે. જોકે, ઐયરને કઈ શ્રેણીના કરાર મળશે તે અંગેની માહિતી હજુ ઉપલબ્ધ નથી. ઐય્યર ઉપરાંત, BCCI અક્ષર પટેલ, કેએલ રાહુલ અને ઋષભ પંતને પણ કરારમાં પ્રમોટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ હાલમાં એ કેટેગરીમાં છે. જ્યારે અક્ષર અને પંત કેટેગરી Bમાં છે.
બીસીસીઆઈની ‘એ પ્લસ’ શ્રેણીમાં ફક્ત 4 ખેલાડી
બીસીસીઆઈની ‘એ પ્લસ’ શ્રેણીમાં ફક્ત ચાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, અનુભવી ખેલાડી વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ યાદીનો ભાગ છે. ‘એ’ શ્રેણીમાં પાંચ ખેલાડીઓ છે. રવિચંદ્રન અશ્વિનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને શુભમન ગિલનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પરંતુ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
છેલ્લી સાત ODI ઇનિંગ્સમાં ઐયરનું મજબૂત પ્રદર્શન
શ્રેયસ ઐયરે છેલ્લી સાત ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ઐયરે 45 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે 79 રન બનાવ્યા. જ્યારે તેણે પાકિસ્તાન સામે 56 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની એક મેચમાં 78 રનની ઇનિંગ રમી હતી. આ મેચ અમદાવાદમાં રમાઈ હતી. જ્યારે તેણે નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે 59 રન બનાવ્યા હતા.


