માન્ચેસ્ટર યુનાઇટેડ અને રિયલ સોસિદાદ વચ્ચે રમાયેલો યૂરોપા લીગ ફૂટબોલના અંતિમ-16ના પ્રથમ લેગનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.
ટોટનહામ હોટ્સપુરનો અલ્કમાર સામે 1-0થી પરાજય થયો હતો. રેન્જર્સ ક્લબે ફેનેરબાચ સામે 3-1થી વિજય થયો હતો. રેન્જર્સ માટે સિરિલ ડેસેર્સે છઠ્ઠી મિનિટે ગોલ કર્યા બાદ વાકલાવ ચેર્નીએ 42મી તથા 81મી મિનિટે ગોલ કર્યા હતા. ફેનેરબાચ માટે એલેકઝાન્ડર ડિજિકુએ 30 મિનિટે ગોલ નોંધાવ્યો હતો. બોડો ગ્લિમટે ઓલિમ્પિકોસને 3-0થી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ઇન્ટ્રાચટ ફ્રેન્કફર્ટે એજેક્સ સામે 2-1થી વિજય મેળવ્યો હતો. એથ્લેટિક ક્લબે વિક્ટોરિયા પ્લાઝેન સામે 3-1થી તથા રિયલ સોસિદાદે પાઓક સામેની મેચ 2-0ના સ્કોરથી જીતી હતી.


