મહીસાગરના સંતરામપુરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. સંતરામપુરમાં શિક્ષકે આત્મહત્યા કરી છે. આત્મહત્યાની ઘટના બાદ ચારે તરફ ભારે ચકચાર મચી ગઈ છે. સંતરામપુરની કન્યા શાળાના શિક્ષકે આત્મહત્યા કરી છે. કન્યા શાળાના શિક્ષકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. શિક્ષકે કોઈ અગમ્ય કારણસર દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
ગોધરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન શિક્ષકનું મોત
ઝેરી દવા પી લીધા બાદ શિક્ષકને તાત્કાલિક ગોધરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ શિક્ષકનું મોત થયું છે. ત્યારબાદ સંતરામપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલમાં આવી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ત્યારે હવે શિક્ષકની આ હત્યા છે કે આત્મહત્યા તે પણ એક સવાલ છે અને પોલીસ તમામ એન્ગલથી કેસની તપાસ કરી રહી છે.
પોરબંદરમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
તમને જણાવી દઈએ કે પોરબંદરમાં પણ આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ ગળા ફાંસો ખાઈ લીધો હતો, જેથી આ બનાવ બનતા તેમના બંને બાળકો ઊંઘમાંથી જાગી ગયા હતા, બાળકોએ તેમના માતા પિતાના મોતના દ્રશ્ય જોતા બંને બાળકોએ બાજુમાં રહેતા તેમના દાદા અને કાકાને તાત્કાલિક જાણ કરી હતી. સૌ કુટુંબીજનો દોડી આવ્યા હતા અને બંનેને તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરે પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા.


